________________
( ૧૨ )
બન્નેની એકયતા એ જ અધ્યાત્મ છે. પરંતુ નૈગમાદિક વ્યવહાર નય તેા ઉપચારથી એટલે કર્મરૂપ વ્યાધિના ઔષધરૂપ ચૈત્યવંદનાદિક ક્રિયા દેખવામાં આવે છે તેથી, પહેલાં પણ એટલે ચતુર્થાદિક ગુણુસ્થાનકને વિષે પણ અધ્યાત્મ માને છે. ખરેખરો પક્ષ તે એ છે કે—શુદ્ધ એટલે આશંસાદિક દોષરહિત પ્રત્યાખ્યાનરૂપ અથવા અપ્રત્યાખ્યાનરૂપ ક્રિયાએ કરીને યુક્ત એવું શુદ્ધ જ્ઞાન જ અધ્યાત્મ છે. કેમકે તે શુદ્ધ જ્ઞાનક્રિયા આત્માને જ આશ્રીને પ્રવર્તે છે માટે. અને અશુદ્ધ જ્ઞાનક્રિયાના કરનાર જે કદાચ દાગ્રહ રહિત અને ધર્મપ્રિય હાય ! તેને અધ્યાત્મ અભ્યાસે પ્રાપ્ત થાય છે. અર્થાત્ તે અધ્યાત્મની સમીપે આવ્યે છે એમ જાણવું. અન્યથા એટલે કદાગ્રહરહિત અને ધર્મપ્રિય ન હોય તા તા અધ્યાત્મ છે જ નહીં એમ જાણવું. ૩૭.
અહીં કોઈને શંકા થાય કે—અવિરતિવાળા ચોથા ગુણસ્થાનકે કયા ન્યાયે કરીને તમે અધ્યાત્મ ઇચ્છા છે? તેના ઉત્તર આપે છે. चतुर्थेऽपि गुणस्थाने शुश्रूषाद्या क्रियोचिता । अप्राप्तस्वर्णभूषाणां रजताभूषणं यथा ॥ ३८ ॥
મૂલાર્જ—ચોથા ગુણસ્થાનકને વિષે પણ ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી જ છે. જેમ જેને સુવર્ણનાં આભૂષણા પ્રાપ્ત ન થયાં હોય, તેને રૂપાનાં આભૂષણા પણ અલંકાર જ છે તેમ, ૩૮.
ટીકા”—સત્ જ્ઞાનાદિક ગુણાના સ્થાનરૂપ ચોથા ગુણસ્થાનકને વિષે પણ ઉચિત-અવિરત સમ્યગ્દષ્ટિને યાગ્ય એવી શુશ્રૂષાદિક-દેવગુરૂની સેવા અથવા ધર્મેશ્રવણુની ઇચ્છા વિગેરે-વિનય, વૈયાવચ્ચ, દાન, તથા પ્રસાદ અને પ્રતિમાનું નિર્માંપણ ઇત્યાદિ રૂપ ક્રિયા-કરણી રહેલી છે જ. તેથીકરીને ચાથા ગુણસ્થાનકે પણ અધ્યાત્મ સિદ્ધ થાય છે. કેમકે ત્યાં પણ જ્ઞાન અને ક્રિયા સંભવે છે. અહીં દૃષ્ટાંત આપે છે કે—જેમ જેને સુવર્ણનાં આભૂષણા પ્રાપ્ત થયાં ન હોય તેવા પુરૂષને રૂપાના અલંકારો પશુ ભૂષણરૂપ થાય છે; તેમ જેને રૂડી પ્રત્યાખ્યાનની ક્રિયા પ્રાપ્ત ન થઈ હોય તેને શુશ્રુષાદિક ઉચિત ક્રિયા પણ અધ્યાત્મરૂપ થાય છે, એમ જાણવું. ૩૮.
જૈન માર્ગમાં પ્રવેશને નહીં પામેલા કોઈક અપુનર્મધકને દ્રવ્યઅધ્યાત્મ ભાષઅધ્યાત્મનું કારણ થાય છે, તે બતાવે છે. अपुनर्बन्धकस्यापि या क्रिया शमसंयुता । चित्रा दर्शनभेदेन धर्मविघ्नक्षयाय सा ॥ ३९ ॥
Aho! Shrutgyanam