________________
( ૧૪ ) પૂર્વોક્ત વાત પૂર્વાચાર્યના આચરણથી સિદ્ધ કરી બતાવે છે. अतो मार्गप्रवेशाय व्रतं मिथ्याशामपि ।
વ્યસ્થવરમારથ તે ધીરવુદ્ધા છે ક8 * • મલાર્થ—એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે દ્રવ્ય સંમતિને આરેપ કરીને ધીર બુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યાષ્ટિઓને પણું વ્રત (ચારિત્ર) આપે છે. ૪૧.
ટીકાર્થ એ જ કારણથી એટલે સારા આશયના સંબંધથી અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે, એમ કહ્યું છે. તેથી જિનેશ્વરે કહેલા રત્નત્રયરૂપ માગેને વિષે પ્રવેશ કરવાને માટે એટલે શુદ્ધ જ્ઞાનક્રિયાના દર્શનની ઈચ્છાવડે હૃદયમાં સ્કુતિ થવા માટે અથવા તેમાં પ્રવૃત્તિ થવા માટે અર્થાત મુનિઓએ કરાતે અને કરાવાતે રતત્રયને વ્યવહાર જોઈને તેના પર રૂચિ થવાથી તેને હૃદયમાં પ્રવેશ થાય છેમાટે દ્રવ્ય સમકિતને આરોપ કરીને એટલે ગ્રંથીને ભેદ થયા વિના સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મની શ્રદ્ધારૂપ સમકિતનું ઉપદેશદ્વારા આ રોપણ કરીને બુદ્ધિવડે ગ્રહણ કરાવીને મિથ્યાષ્ટિઓને પણ એટલે યથાર્થ વસ્તુને ગ્રહણ કરવામાં વિપરીત પરિણામવાળા મિથ્યાત્વીઓને પણ ધીર બુદ્ધિવાળા મહાત્માઓ દીક્ષા આપે છે. આર્યરક્ષિત સૂરિએ પિતાના પિતા સમદેવ વિગેરે મિથ્યાત્વને પણ દીક્ષા આપી હતી. તે દૃષ્ટાંત અન્ય ગ્રંથથી જાણી લેવું. ૪૧. દીક્ષામાં કેવા પ્રકારની ગ્યતા જેવી તે કહે છે.
यो बुध्वा भवनैर्गुण्यं धीरः स्याद्रतपालने। ... स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ॥ ४२ ॥ આ મૂલાર્થ–જે પ્રાણી ભવ (સંસાર)ની નિર્ગુણતા જાણીને વ્રતનું પાલન કરવામાં ઘી હોય, તેને યોગ્ય જાણો. ભાવ (પરિણામ) ને ભેદ દુર્લક્ષ્ય છે, તેથી તે અહીં ઉપયોગી નથી. ૪૨. 1 ટીકાર્ય–જે કઈ ભવ્ય પ્રાણુ ગુરૂના ઉપદેશ શ્રવણદિકે કરીને સંસારનું નિર્ગુણપણું–સુખાદિક ગુણવડે રહિત હેવાથી નિસારપણું જાણુને પ્રાણાતિપાત વિરમણદિક મહાવ્રતોને પાળવામાં નિશ્ચળ-સમર્થ હોય, તેને દીક્ષા આપવામાં યોગ્ય-ઉચિત જાણે. પરંતુ ભાવભેદગુણસ્થાનકને એગ્ય પરિણામને ભેદ એટલે આને ગ્રંથી છેદ થયો છે કે નહીં એવો પ્રકાર જાણુ અશકય છે, માટે તેને ઉપયોગ કરે નહીં. કેમકે તે દીક્ષારૂપ ઈષ્ટસાધનમાં અનુકૂળ દેખાતું નથી. ૪૨.
'' Aho ! Shrutgyanam