________________
પ્રબંધ, ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૦૪
કરવાથી પુષ્પની માળા, વસ્ત્ર, આભરણુ, શ્રી વિગેરે ગાને પણ ભાક્તા છે. નેગમ એટલે અનેક વિકલ્પને અવલંબન કરનારો નય, તથા આદિ શબ્દ છે તેથી સંગ્રહ, વ્યવહાર વિગેરે નયાની વ્યવસ્થા—મર્યાદા પણ આ દિશાવડે જ એટલે હમણાં કહેવામાં આવશે એવા વિશે ષને ગ્રહણ કરનાર નયના મતાદિકની રચનાવડું જાણવી. એટલે વિચાર પૂર્વક પંડિતાએ તેની યોજના કરવી. ૮૦.
તે જ કહે છે.--
-
कर्तापि शुद्धभावानामात्मा शुद्धनयाद्विभुः । प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥ ८१ ॥ ભૂલાથે—શુદ્ધ નયથી વિશ્વ એવા આત્મા શુદ્ધ ભાવના કર્તા પણ થાય છે. કારણ કે આ શુદ્ધ નય શુદ્ધ ક્ષાની વૃત્તિના આશ્રય કરીને જીવને કર્તા તરીકે માને છે. ૮૧.
ટીકાર્થ-શુદ્ધ નયથી એટલે નિર્મળ પરિણામવાળા પર્યાયાને ગ્રહણ કરનાર શબ્દાદિક નય એટલે વસ્તુસ્વરૂપને કહેવાના પ્રકારના આશ્રય કરવાથી વિભ્ર-સમર્થ અર્થાત્ પાતાના ઉપાદાન કારણે કરીને સહિત એવા આત્મા શુદ્ધ ભાવાને એટલે પેાતાના જ્ઞાનાદિક ગુણાના કર્તા પણ થાય છે. અહીં અવિ શબ્દના અર્થ નિશ્ચયરૂપ છે, તેથી કરીને પેાતાના ગુણાના કર્તાપણાની અપેક્ષાએ કરીને જ શુદ્ધ નિશ્ચય નયથી કર્તા થાય છે. પણ પુગળ ધર્મના કર્તાપણાની અપેક્ષાએ કર્તા થતા નથી. એવા અર્થ થાય છે, શાથી આ પ્રમાણે કર્તા કહેવાય છે? તેપર કહે છે.-આ શુદ્ધ નિશ્ચય નય શુદ્ધ ક્ષણેાની એટલે પોતાના સ્વભાવને આશ્રય કરનારા કાળના વિભાગા-સમયેાની વૃત્તિના એટલે આત્માની પ્રવૃત્તિને આશ્રય કરીને કર્તાપણું માને છે. એટલે કે જે સમયે . આત્મા શુભ વીર્યની વૃત્તિવાળા હોય તે સમયે તે શુદ્ધ ભાવાના કર્તા હાય છે, એમ તે માને છે–સ્વીકારે છે. ૮૧.
अनुप साम्राज्ये विसभागपरिक्षये ।
ગામા શુદ્ધસ્વમાવાનાં બનનાય પ્રવર્તતે ॥ ૮૨ ॥ ભૂલાથે—અનુપદ્રવનું સામ્રાજ્ય થયે છતે તથા વિસ ભાગના નાશ થયે છતે આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે. ૮૨. ટીકાથે—અનુપપ્લવ એટલે ઉપદ્રવ રહિત અર્થાત્ રાગાદિકના વ્યાઘાત રહિત-અનુપદ્રવનું સામ્રાજ્ય છતે એટલે સકળ સામગ્રી છતે
Aho! Shrutgyanam