________________
૭૭૨
છે એ
માનવાવાળા જ થાય છે અને વિશે તે જાણે
અધ્યાત્મસાર ભાષાંતર. [ષણसाक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतम्। यथा भानं तथा शुद्धविवेके तदतिस्फुटम् ॥ ७८ ॥
ભલાર્થ–સુષુપ્તિ અવસ્થામાં સુખરૂપ અને સાક્ષી એવા આત્માનું જેમ અહંકારરહિત ભાન-જ્ઞાન થાય છે, તેમ શુદ્ધ વિવેકને વિષે તે ભાન અતિ ફુટ થાય છે. ૭૮.
ટીકાર્થ–સુષુપ્રિ અટલે અવિરતિ દશા અથવા સુખનિદ્રાની અવસ્થા, તે સુષુપ્તિમાં સુખરૂપ એટલે ભેગાદિક આનંદવાળા અને સાક્ષી એટલે જ્ઞાતા અર્થાત માત્ર જ્ઞાનરૂ૫ કિયાવાળા જીવનું જેમ અહંકાર રહિત એટલે હું સુખી છું એવા જ્ઞાનરહિત ભાન-જ્ઞાન થાય છે-જેમ નિદ્રાને આધીન થઈને સુતેલા માણસને હું છું એવા અહંકારે કરીને રહિત જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે શુદ્ધ વિવેકને વિષે એટલે નિર્મળ વિચારવાળા જીવને વિષે તે અહંકાર રહિત સુખનું ભાન અતિ સ્પષ્ટ નિર્મળ થાય છે. એટલે હું પુગળાનંદી–પુગળમાં આનંદ માનવાવાળો નથી એવું ભાન થાય છે. ૭૮.
तच्चिदानन्दभावस्य भोक्तात्मा शुद्धनिश्चयात् । अशुद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥ ७९ ॥ મૂલાથે–તેથી કરીને શુદ્ધ નિશ્ચય નયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવને ભક્તા છે; અને અશુદ્ધ નિશ્ચય નયના મતથી કર્મ કરેલા સુખ દુઃખને ભોક્તા છે. ૭૯.
ટીકાર્ય–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને શુદ્ધ નિશ્ચય નયને આશ્રય કરવાથી આત્મા ચિદાનંદ સ્વભાવને એટલે પૂર્ણ બ્રહ્મસ્વરૂપ જ્ઞાન વિલાસને ભેતા છે. અને અશુદ્ધ નિશ્ચય નથી એટલે વિકારવાળા આત્માના વાદી નિશ્ચય નયના પક્ષને આશ્રય કરવાથી કર્મ કરેલા સુખ દુઃખરૂપ પુળના ધર્મને ભક્તા છે. ૭૯.
कर्मणोऽपि च भोगस्य नगादेर्व्यवहारतः। नैगमादि व्यवस्थापि भावनीयाऽनया दिशा ॥ ८०॥
મૂલાર્થ-જીવ કર્મને પણ ભકતા છે. તથા વ્યવહાર નથી માળા વિગેરે ભોગને પણ ભેતા છે. આ જ દિશાવટે નૈગમાદિક નયની પણ વ્યવસ્થા જાણી લેવી. ૮૦
ટીકાર્યું–જીવ સાતવેદની, અસાતવેદની વિગેરે કર્મને પણ અશુદ્ધ નિશ્ચય નયથી ભક્તા છે. તથા વ્યવહાર નયના મતનું અવલંબન
Aho ! Shrutgyanam