________________
અધ્યાત્મસાર ભાષાંતર
[ ગઇતથા વિભાગને એટલે વિસદશ-આત્માને પ્રતિકૂલ જે ભાગકામવિકાર વિગેરે વિભાવના પ્રકારે તેને વિશેષ પ્રકારે નાશ થયે છતે આ
ભા-છવ શુદ્ધ સ્વભાવને-પોતાના નિર્મળ જ્ઞાનાદિક સ્વરૂપને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે–વ્યાપારવાનું થાય છે, પણ ગુણની હાનિને માટે પ્રવર્તમાન થતા નથી એમ આ નય માને છે. ૮૨.
હવે પછીના બે કે વર્તમાન સમયના ભાવનું પ્રરૂપણ કરવામાં તત્પર છે એમ જાણવું. તે બે શ્લેક કહે છે.
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ ८३ ॥ મૂલા–રાગાદિક લેશવડે વાસિત એવું ચિત્તજ સાર છે. અને તે રાગાદિક કલેશવડે મુક્ત થયેલું તે ચિત્ત જ ભવાન્ત કહે વાય છે. ૮૩.
ટીકાર્થ_નિરો રાગ એટલે જીવને કેક સ્થળે અભિવૃંગના (આસક્તિના) પરિણામને ઉત્પન્ન કરનાર વિશેષ પ્રકારનું મેહનીય કર્મ, તે રાગદ્વેષાદિક કલેશવડે વાસિત–ભાવિત થયેલું ચિત્ત એટલે જ્ઞાન અથવા અંતઃકરણ તેજ સંસાર છે. અહીં gવ શબ્દને અર્થે નિશ્ચય છે તેથી કરીને તે ચિત્તરૂપજ અથવા તે ચિત્તજ સંસાર છે. અને તે ચિત્તજ તે કલેશેવડે મુક્ત થવાથી એટલે સર્વ અંશે રહિત થવાથી ભવાત એટલે મોક્ષ એમ પણ કહેવાય છે. ૮૩, ... यश्च चित्तक्षणः क्लिष्टो नासावात्मा विरोधतः।
अनन्यविकृतं रूपमित्यन्वर्थ ह्यदः पदम् ॥ ८४ ॥ મૂલાથે–જે ચિત્તનો સમય કિલષ્ટ છે, તે વિરોધને લીધે આ ત્યા નથી. કારણ કે તે આત્માનું રૂપ નિર્વિકાર છે, તેથી આ પદ સાર્થક છે. ૮૪.
ટીકાઈ–જે કિલષ્ટ એટલે રાગાદિક દેષથી મલીન એ ચિત્તને ક્ષણ એટલે અજ્ઞાનની ઉત્પત્તિને સમય તે એટલે લિષ્ટ ચિત્તને ક્ષણે આત્મા-જીવ નથી. કારણ કે આત્માના સ્વરૂપમાં તેથી વિધ આવે છે. જેમાં બીજા કોઈએ વિકાર કર્યો નથી-કઈ પ્રકારને વિકાર ઉત્પન્ન થયું નથી એવું આત્માનું રૂપ એટલે આત્માની સુંદરતા અથવા સ્વભાવ, તેજ સ્પષ્ટ રીતે જણાતું આત્મસ્વરૂપ છે. તેથી કિલષ્ટ ચિત્તને આત્મા કહેવાથી તેમાં વિરોધ આવે છે. આ પ્રમાણે તે આત્મપદ સાર્થક છે. ૮૪.
Aho ! Shrutgyanam