________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણવિષયાભિલાષરૂપી અગ્નિના સંગથી જેનું હર્ષરૂપી જળ સુકાઈ ગયું છે એવા જીવનું અગ્નિથી તપાવેલા લેઢાની જેમ એટલે અગ્નિના સંબંધથી તપેલા લેપિંડની જેમ (આમ કહેવાથી નિરંતર સંતપ્તપણું સૂચન કર્યું છે) સદા એટલે નિરંતર શ્રોત્રાદિક ઇદ્રિના ઉત્સુકપણાને લીધે એટલે વિષયના તીવ્ર અભિલાષને લીધે સતતપણું રહે છે, તેવા પુણ્યફળને વિષે શું સુખ છે? કાંઈ જ નથી. ૬૭.
प्रापश्चाच्चारतिस्पर्शात्पुटपाकमुपेयुषि । इन्द्रियाणां गणे तापव्याप एव न निवृतिः ॥ ६॥
મૂલાર્થ–પ્રથમ અને પછી પણ સંતાપ ઉત્પન્ન થવાથી પુટપાકને પામેતા ઇદ્રિના સમૂહને વિષે સંતાપને જ પ્રચાર થાય છે, પણ સુખ થતું નથી. ૬૮.
ટકાર્થ–પ્રથમ એટલે ભેગ સમયે દેહાદિકના દવ તથા પછી એટલે વિપાક સમયે ગત્યંતરમાં રહેલા દુઃખથી આત્માને થનારા ખેદવડે સંતાપ ઉત્પન્ન થવાથી, પુટપાક એટલે બે માટીના પાત્રની વચ્ચે મૂકેલા ઔષધને ભસ્મ કરવા માટે ચેતરફ અગ્નિ સળગાવવામાં આવે છે તેવા પુટપાકપણુને પામે છતે ઇન્દ્રિયોના સમૂહને વિષે તાપને વ્યાપ એટલે દુઃખથી ઉત્પન્ન થયેલા સંતાપને પ્રચાર જ થાય છે, પણ નિવૃત્તિ એટલે સુખ થતું જ નથી. ૬૮.
सदा यत्र स्थितो द्वेषोल्लेखः स्वप्रतिपन्थिषु ।। सुखानुभवकालेऽपि तत्र तापहतं मनः ॥ ६९ ॥
મૂલાર્થ-જ્યાં સુખને અનુભવ કરવાને સમયે પણ નિરંતર પિતાના શત્રુઓને વિષે દ્વેષનું ચિંતવન રહેલું છે, ત્યાં તેનું મન તાપથી હણાયેલું જ હોય છે. ૬૮.
ટકાર્ય–જે પુણ્યફળના ભાગમાં પિતાના શત્રુઓને વિષે દ્વેષ ઉલ્લેખ એટલે અપ્રીતિના ચિંતનરૂપ સંતાપ સર્વદા રહે છે એટલે મનને વિષે વર્તે છે, તેવા પુણ્યફળના ભેગમાં સુખના અનુભવકાળે પણ એટલે સુખ ભોગવવાને સમયે પણ તેનું ચિત્ત તાપથી હણુયેલું એટલે સંક્લેશથી વ્યાપ્ત થયેલું જ હોય છે, તેથી તેમાં સુખ ક્યાંથી જ હોય? ૬૮.
स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तत्त्वतः। अक्षाह्लादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥ ७० ॥