________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૬૯
મૂલાથે—એક સ્કંધથી ખીજા સ્કંધપર આરોપણ કરવાથી જેમ ભાર ઓછા થતા નથી, તેમ ઇંદ્રિયાના આનંદમાં પણ તત્ત્વથી દુઃખનેા સંસ્કાર નિવૃત્ત થતા નથી. ૭૦.
ટીકાથે—ધાન્ય. વિગેરેની માટી ગાંસડીરૂપ ભારને એક સ્કંધથી બીજા સ્કંધપર ધારણ કરવાથી પણ જેમ પરમાર્થથી કાંઈ ભાર ઉતર નથી-ઘટતા નથી તેમ ઇંદ્રિયોના આનંદને વિષે પણ આ લોક અને પરલોકના દુ:ખસમૂહના સંસ્કાર એટલે ખીજા સ્કંધપર ભારના આરોપરૂપ અન્ય દુઃખના આરોપ તત્ત્વથી નિવૃત્તિ પામતા નથી. કારણ કે તે ઇંદ્રિયા ખન્ને લોકમાં દુઃખને પ્રાપ્ત કરાવવા સમર્થ છે. ૭૦.
सुखं दुःखं च मोहश्च तिस्रोऽपि गुणवृत्तयः ।
विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥ મૂલાથે—સુખ, દુઃખ અને મેાહ એ ત્રણે ગુણની વૃત્તિઓ વિરૂદ્ધ છે, તે પણ દુઃખની જાતિને ઉલ્લંઘન કરતા નથી માટે દુઃખરૂપ જ છે. ૭૧. ટીકાથે—સુખ અને દુઃખ એ અનુક્રમે પુણ્ય અને પાપનું ફળ છે. તથા માહુ એટલે માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા જીવના પરિણામ અથવા અજ્ઞાનપણું, એ ત્રણે પણ ગુણુની વૃત્તિ એટલે સત્ત્વગુણુ, રોગુણુ અને તમેગુણની પ્રવૃત્તિએ ક્રમે કરીને વિરૂદ્ધ છે એટલે એકનું પ્રાધાન્ય છતે બીજા એનું ગૌણપણું એ પ્રમાણે પરસ્પર વિપરીત સ્વભાવવાળા સુખ, દુ:ખ તથા માહરૂપે વર્તે છે, તાપણુ દુ:ખની જાતિના-ધર્મના અનતિક્રમથકી એટલે દુ:ખની જાતિનું ઉલ્લંધન કરતી નથી તેથી તે ત્રણે દુઃખરૂપ જ છે. ૭૧. क्रुद्धनागफणाभोगोपमो भोगोनवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ॥ ७२ ॥ ભૂલાથે—સમગ્ર ભાગથી ઉત્પન્ન થયેલ સુખના અનુભવ ોધ પામેલા સર્પની ફણાના વિસ્તારની ઉપમાવાળા છે, વિચિત્ર પ્રકારના વિલાસ પણ વિવેકી પુરૂષોને ભયનાં કારણુરૂપ છે. ૭૨.
ટીકાથ—સમગ્ર શબ્દાદિક ભાગથી ઉત્પન્ન થયેલ સુખના અનુભવ ક્રોધ પામેલા સર્પની ફણાના વિસ્તાર જેવા છે, વિવિધ પ્રકારના વિ લાસ પણ એટલે શૃંગાર, આડંબર, ક્રિડા, વિનાદ વિગેરે રમત ગમતના પ્રકારો પણ વિવેકીને એટલે વસ્તુસ્વરૂપનું વિવેચન કરનારા પુરૂષાને ભયના હેતુ છે એટલે દુર્ગતિ ગમનરૂપ ભયને ઉત્પન્ન કરનાર છે. કેમ કે તે તેનાં કારણુ છે. ૭૨. Aho! Shrutgyanam
४७