________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૩૬૭ देहपुष्टेनरामर्त्यनायकानामपि स्फुटम् । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥ ६५ ॥ મલાર્થ–મનુષ્ય અને દેવના નાયકેના પણ દેહની પુષ્ટિનું પરિ
મેટા બકરાના પોષણની જેમ સ્પષ્ટ રીતે અત્યંત દારૂણ એટલે ભયંકર છે. ૬૫.
ટીકર્થ-આ પુણ્યથી થયેલી મનુષ્ય અને દેના નાયકના પણ એટલે ચક્રવર્તી અને સુરેન્દ્રના પણ દેહની પુષ્ટિનું એટલે શરીરની વૃદ્ધિનું પરિણામ, મેટા બકરાના પિષણની જેમ મોટા બકરાને લીલું ઘાસ તથા જવ વિગેરે ઉચિત આહારવડે પુષ્ટિ કર્યા પછી પ્રાંતે આપનારા તેના મૃત્યુરૂપ પરિણુંમની જેમ પ્રગટ રીતે અત્યંત ભયંકર છેતેના ફળને વિપાક સુંદર નથી. તે આવા પુણ્યના ફળે કરીને આત્માનું શું હિત થાય? ન જ થાય. ૬૫.
जलूकाः सुखमानिन्यः पिबन्त्यो रुधिरं यथा । भुञ्जाना विषयान् यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥६६॥
મૂલાર્થરૂધિરનું પાન કરવાથી સુખ માનનારી જળની જેમ વિષને ભેગવનારા મનુષ્યો છેવટે અત્યંત ભયંકર દશાને પામે છે ૬૬.
ટીકાર્ય–જેમ જળે એટલે જળમાં ઉત્પન્ન થતા એક જાતના છે કે જે કેહેલા અંગથી રૂધિરને ખેંચવા માટે મૂકવામાં આવે છે તેની જેમ એટલે રૂધિરનું પાન કરવાથી તે આનંદ માને છે, પણ તેના શરીરમાંથી તેને નીચવીને જ્યારે રૂધિર કાઢી નાખે છે ત્યારે તે જેમ દુઃખી થાય છે તેમ, તે નરેદ્ર તથા સુરેંદ્ર પણ શબ્દાદિક વિષ
ને ભેગવીને અંતે એટલે વિષયના ભેગને છેડે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિરૂપ મહા ભયંકર દશાને-અવસ્થાને પામે છે. તેથી પુણ્યનું ફળ એકાંત સુખ કેમ હોઈ શકે? ૬૬.
तीवाग्निसंगसंशुष्यत्पयसामयसामिव । यत्रौत्सुक्यात्सदाक्षाणां तप्तता तत्र किं सुखम् ॥ ६७ ॥
મૂલાર્થ–તીવ્ર અગ્નિના સંયોગથી જેનું જળ સુકાયું છે એવા લોઢાની જેમ જે વિષયસુખમાં સર્વદા ઉત્સુકપણને લીધે પ્રિનું સંતાપણું જ રહે છે, ત્યાં સુખ ક્યાંથી હોય? ૬૭.
ટીકાર્ય–જે પુણ્યના ફળરૂપ વિષયસુખને વિષે અતિ તીવ્ર એટલે જળ વિગેરેવડે જેને સ્વભાવ શાંત થઈ શકતું નથી એવા
Aho! Shrutgyanam