________________
અધ્યાત્મસાર ભાષાંતર. सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥ ६३ ॥
મૂલાળું–કમના ઉદયવડે હેવાપણું છે તેથી સર્વ પુણ્યનું ફળ દુ:ખ જ છે. તેમાં માત્ર દુઃખના પ્રતીકારને વિષે-નિવારણને વિષે મૂર્ખ મનુષ્યને સુખપણાની બુદ્ધિ થાય છે. ૬૩.
ટકાથું–સમગ્ર પુણ્યનું એટલે નિઃશેષ સુકૃત સમૂહનું ફળ એટલે કાર્ય દુઃખ જ-કજ છે. કારણ કે કર્મના ઉદયવડે એટલે દરેક કર્મની સ્થિતિને પરિપાકને લીધે તેના ફળની સન્મુખ થવાથી સુખનું હવાપણું છે એટલે તે સુખ કર્મનું કરેલું છે. પરંતુ તે કર્મ જન્માદિકના કારણભૂત હોવાથી દુઃખરૂપ જ છે. તે વિષે આચારાંગમાં તથા પંચસૂત્રીમાં પણ કહ્યું છે કે –“હુલ સુરદ્ધપણે સુરક્ષાનુવં”િ (દુઃખરૂપ; દુઃખના ફળરૂપ અને દુઃખના અનુબંધરૂપ કર્મ છે.) તે શુભ કર્મના ફળમાં સુધા, તૃષા વિગેરે દુઃખને પ્રતીકારમાત્ર થાય છે. તે પ્રતીકારને વિષે એટલે રેગ નિવારણ માટેના ઔષધની જેમ તેને શાંત કરવાના ઉપાયને વિષે અત્યંત મૂર્ખતાવાળા પ્રાણુઓને-તત્ત્વને નહીં જાણનારા પુરૂષને આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે સુખપણાની બુદ્ધિ થાય છે. ૬૩.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.परिणामाच्च तापाच संस्काराच बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच दुःखं पुण्यभवं सुखम् ॥ ६४ ॥
મૂલાર્થ–પુણ્યથી ઉત્પન્ન થયેલા સુખને પંડિતાએ પરિણામને લીધે, તોપને લીધે, સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધને લીધે દુઃખરૂપ જ માનેલું છે. ૬૪. 1 ટીકર્થ–પુણ્યથી એટલે સુકૃતથી અથવા શુભ કર્મથી ઉત્પન્ન થયેલાં સુખને પંડિતએ પરિણામને લીધે એટલે કર્મસંબંધી ફળના પરિપાકપણને લીધે, તથા તાપને લીધે એટલે કાર્ય કરવાની વ્યાકુળતાથી ઉત્પન્ન થતા સંતાપને લીધે, તથા સંસ્કારને લીધે એટલે સાન, અલંકાર, ભજન, શયન વિગેરે પ્રયતના આધીનપણુને લીધે, તથા ગુણવૃત્તિના વિરોધને લીધે એટલે સત્ત્વ, રજસ અને તમસ ગુણને વિરોધ હેવાને લીધે અથવા જ્ઞાનાદિક ગુણેને વિષે જે વર્તવું એટલે સ્થિતિ કરવી, -તેમાં વિરોધ થતો હોવાને લીધે અર્થાત તેના પ્રતિપક્ષીપણુએ કરીને વર્તવાને લીધે દુઃખરૂપ જ માનેલું છે એટલે કહેલું અથવા સ્વીકાર કરેલું છે. તેમાં પરમાથેથી વિચારતાં સુખપણું જ નથી. ૬૪.
Aho! Shrutgyanam