________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૩૬૫ મૂલાઈ–શુભ કર્મને પુણ્ય કર્યું છે, અને અશુભ કર્મને પાપ કહ્યું છે. તેમાં પુણ્ય શુભ કેમ કહેવાય? કારણ કે તે ને જન્મને વિષે પાડે છે-અનેક જન્મો કરાવે છે. ૬૦
ટીકાર્થ–શુભ એટલે સુખ આપનાર ઉચ્ચ ગોત્ર વિગેરે કર્મને એટલે પ્રકૃતિ સમૂહને જિનેશ્વરેએ પુણ્યતત્વ કહ્યું છે. અને અશુભ એટલે નીચ ગેત્ર વિગેરે દુઃખદાયી કમને પાપત કહ્યું છે. તે પુણ્ય શુભ કર્મ શી રીતે કહેવાય? ન જ કહેવાય. કારણ કે તે પુણ્ય શરીરનું ઉપાદાન કારણ હેવાથી જીવને જન્મરૂપ કષ્ટના સમુદ્રમાં નાંખે છે. ભાવાર્થ એ છે કે જન્મ હેતુની અપેક્ષાએ પુણ્યને શુભપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ સાંસારિક સુખાદિકની અપેક્ષાએ શુભપણું કહી શકાય છે. ૬૦. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છેन ह्यायसस्य बन्धस्य तपनीयमयस्य च । पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥ ६१॥ મલાર્થ–લોઢાની બેડીના અને સુવર્ણની બેડીના પરતંત્રપણાના અવિશેષને લીધે તેમાં કાંઈપણ ફળને ભેદ નથી. ૬૧.
ટીકાઈ–લેઢાની બેડી વિગેરે રૂપ બંધનો અને સુવર્ણમય પગની બેડી તથા હાથનાં કડાં વિગેરે રૂપ અલંકારને પરાધીનપણુના અવિશેષને લીધે એટલે જૂનાવિકપણું નહીં હોવાને લીધે કાંઈપણ ફળભેદ નથી. બન્ને ઠેકાણે બંધનપણું તે સરખું જ છે. ૬૧,
કહેલા બંધનના ઉદાહરણને ફળવડે સ્પષ્ટ કરે છે – फलाभ्यां सुखदुःखाभ्यां न भेदः पुण्यपापयोः। दुःखान्न भिद्यते हन्त यतः पुण्यफलं सुखम् ॥ १२ ॥
મૂલાર્થ–સુખ દુઃખરૂપ ફળે કરીને પુણ્ય પાપને કાંઈ પણ ભેદ નથી. કારણ કે પુણ્યનું ફળ જે સુખ છે, તે દુઃખથી ભેદ પામતું નથીદુખથી જુદું નથી. .
- ટીકાથે–સાતાસ્વરૂપવાળું સુખ અને અસાતાસ્વરૂપવાળું દુઃખ એટલે કષ્ટ તેરૂપ ફળવડે કરીને એટલે તેના સાથે કાર્યવડે કરીને પણ શુભાશુભ કર્મરૂપ પુણ્યપાપને ભેદ જણાતો નથી. કારણ કે હે ભવ્ય ! પુણ્યનું ફળ એટલે શુભ કર્મનું કાર્ય જે મનને આનંદાદિક આપનાર સુખ છે, તે શેકાદિકરૂપ દુઃખથકી ભેદ પામતું નથી–તદન ભિન્ન નથી. તેનું કારણ આગળ કહીએ છીએ. ૬૨,
Aho ! Shrutgyanam