________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪–
ટીકાથ—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને અજીવથકી એટલે પુગળાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તથા કાળથકી જીવનું ભિન્નપણું એટલે વિશેષે કરીને જાદાપણું પ્રતિષ્ઠિત છે—સિદ્ધ થાય છે. અહીં જીવનાં અનેક લક્ષણેા છતાં પણ એક જ્ઞાનરૂપ જ લક્ષણના આશ્રય કરીને વ્યાવૃત્તિ-ભિન્નતા દેખાડી છે. તે તેમાં (જીવમાં) જ્ઞાનરૂપ સર્વદા સર્વે અવસ્થામાં અન્વયવડે કરીને અન્યભિચારી લક્ષણ હોવાથી તેનું પ્રાધાન્ય રાખીને કહ્યું છે. હવે આત્મા કોઈ પણ પ્રકારે અજીવ પણ કહી શકાય છે, તે કહે છે—વ્યક્તિયડે એટલે વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ ભિન્ન ગુણના આશ્રયરૂપ વિશેષણે કરીને ભેદ માનનારા વ્યવહારાદિક નયના આદેશથી એટલે વસ્તુને પ્રભાણુરૂપ કરવાના પક્ષથી અર્થાત્ સામાન્ય પ્રકારથી અજીવપણું પણ એટલે જીવ શબ્દની પ્રવૃત્તિ અને વ્યુત્પત્તિના ભેદના આશ્રય કરવાથી અચેતનપણું પણ જીવમાં માનીએ છીએ-એકલું જીવપણું જ માનીએ છીએ તેમ નથી. ૫૩ અજીવપણાને જ સ્પષ્ટ કરે છે.—
अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया ।
૩૬૧
.
सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ ५४ ॥ મૃલાર્જ—શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ કરીને જન્મધારી ( સંસારી) જીવા અજીવરૂપ છે, અને નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધના જીવા દ્રવ્યપ્રાણની અપેક્ષાએ કરીને અજીવરૂપ છે. ૫૪.
ટીકાથશુદ્ધ એટલે કેવળ આત્મસ્વરૂપે રહેલા અથવા સર્વ ઉપાધિના ત્યાગ કરવાથી નિર્દેૌષ એવા ભાવપ્રાણાની એટલે પાતાના સ્વરૂપને સિદ્ધ કરનાર વિશેષ પ્રકારના જીવનવાળા આવરણુ વિનાના જ્ઞાનાદિકની અપેક્ષાએ કરીને સર્વે સંસારી જીવા અજીવરૂપ છે એટલે ઉપર કહેલા જીવનથી રહિત હાવાથી અજીવપણે ગ્રહણ કરવા યોગ્ય છે. તથા સિદ્ધ જીવા એટલે મુક્તિમાં રહેલા નિરંજન અને નિર્મળ જ્ઞાનવાળા એટલે અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા જીવા દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ કરીને એટલે આયુષ્ય, ઇંદ્રિયો વિગેરે અપ્રધાન પ્રાણની અપેક્ષાએ કરીને દ્રવ્ય પ્રાણના અભાવને લીધે અજીવરૂપ કહેવાય છે. ૫૪.
-
હવે ત્રણ શ્લાકે કરીને દ્રવ્ય અને ભાવ પ્રાણાને કહે છે.इन्द्रियाणि बलं श्वासोच्छ्रासो ह्यायुस्तथाऽपरम् । द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥ ५५ ॥
Aho! Shrutgyanam