________________
t
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર જેને ગુણ છે, એ અસુમાન-પ્રાણુ અર્થાત્ આત્મા છે. તેથી કરીને અધમસ્તિકાયથકી અન્ય એટલે વિલક્ષણ ધર્મવાળું આત્મદ્રવ્ય છે, એમ તીર્થકરોએ કહ્યું છે. ૫૦. હવે આકાશાસ્તિકાયથકી આત્માની ભિન્નતા કહે છે –
अवगाहो गुणो व्योनो ज्ञानं खल्वात्मनो गुणः । व्योमास्तिकायात्तभिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥५१॥
મૂલાર્થિ-આકાશને ગુણ અવકાશ છે, અને આત્માને ગુણગાન છે, તેથી કરીને તીર્થકરોએ આકાશાસ્તિકાયથકી જીવદ્રવ્યને ભિન્ન કહ્યું છે. ૫૧.
ટીકાર્થ–આકાશને ગુણ એટલે ઉત્પન્ન થવા લાયક ધર્મ અવગાહ છે એટલે ગમન અને સ્થિતિના પરિણામમાં પરિણમન થયેલા જીવ પુળો પૈકી તેની અંદર પ્રવેશ કરનારને અવકાશ આપો અને સ્થિતિમાં રહેલાને આધારનું સ્થાન આપવું તેરૂપ અવકાશ ગુણ છે. અને જીવન ગુણધર્મ જ્ઞાન છે, તેથી કરીને આકાશાસ્તિકાયથકી છવદ્રવ્ય-ચેતન પદાથે ભિન્ન છે, એમ અરિહંતાએ કહ્યું છે. ૫૧. હવે કાળદ્રવ્યથી આત્માની મિત્રતા કહે છે–
आत्मा ज्ञानगुणः सिद्धः समयो वर्तनागुणः । तद्भिनं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥५२॥
મૂલાર્થ–આત્મા જ્ઞાનરૂપ ગુણવાળે સિદ્ધ છે, અને સમય (કાળ) વર્તનાના ગુણવાળે છે, તેથી સર્વએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. પર.
ટીકાથે–જીવ જ્ઞાનરૂપ ગુણવાળે નિર્ણિત કર્યો છે અને કાળ વર્તના ગુણવાળે એટલે નવું, જૂનું વિગેરે કરવારૂપે કરીને અથવા પૂર્વ–પહેલું અને અપર–પછી એવા રૂપે કરીને પ્રવર્તનારૂપ ગુણવાળે છે તેથી કરીને એટલે આ પ્રમાણે વ્યાવૃત્તિ લક્ષણ હેવાથી કાળદ્રવ્યથી ભિન્ન છવદ્રવ્ય છે એમ સર્વોએ કહ્યું છે. પર.
आत्मनस्तदजीवेभ्यो विभिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥ ५३ ॥
મૂલાર્વે-તેથી કરીને આત્માનું અજીવ દ્રવ્યો થકી ભિન્નપણું સિદ્ધ થાય છે. તેમજ વ્યક્તિને ભેદ કરનાર નયના આદેશથી આત્માનું અજીવપણું પણ ઈચ્છીએ છીએ. પ૩.
Aho! Shrutgyanam