________________
અત્મસાર ભાષાંતર. વર્ષ| મુલાર્થ–પુગળને ગુણ મૂર્તિ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી કરીને જિનેશ્વરએ આત્મારૂપ દ્રવ્યને પુગળેથી ભિન્ન કહ્યું છે. જ૮.
ટકાયૅ– પુળને એટલે પરમાણુઓને ગુણ એટલે ઉત્પન્ન થવા લાયક ધર્મ મૂર્તિ-આકાર છે, અને આત્મા એટલે જીવ જ્ઞાન ગુણવાળે છે તે જ તેને ઉત્પન્ન કરવા લાયક-મેળવવા લાયક ધર્મ છે. પણ આકારાદિક તેના ધર્મ નથી. તેથી કરીને એટલે ધર્મના ભેદથી તે બંને ભિન્ન છે; માટે જિનેશ્વરએ પુદગળથી એટલે પરમાણુથી તેમજ તેના દ્વીપ્રદેશી વિગેરે સ્કોથી ભિન્ન છવદ્રવ્યને કહ્યું છે. ૪૮.
હવે ધર્માસ્તિકાયથી આત્માની ભિન્નતા કહે છે – धर्मस्य गतिहेतुत्वं गुणो ज्ञानं तथात्मनः । धर्मास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४९ ॥
મૂલાર્થ –ધમસ્તિકાયને ગતિમાં હેતુપણું એ ગુણ છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ જીવદ્રવ્યને ધમસ્તિકાયથકી ભિન્ન કહ્યું છે. ૪૮,
ટીકાઈ—ધર્મને એટલે ધમસ્તિકાય રૂપ દ્રવ્યને ગતિમાં એટલે જીવ અને પુદગળના વિવક્ષિત સ્થાનથી બીજા સ્થાનની પ્રાપ્તિને માટે ગમનમાં હેતુ એટલે માછલાંઓને જળની જેમ સહાયપણુએ કરીને અપેક્ષા કારણપણું એ ગુણ છે, તથા આત્માને જ્ઞાનરૂપ ગુણ છે. તેથી કરીને ધર્માસ્તિકાયથકી જીવદ્રવ્ય ભિન્ન છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૪૮,
અધમસ્તિકાયથકી આત્માની ભિન્નતા કહે છેअधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽसुमान् । ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥५०॥
મૂલાર્થ—અધમસ્તિકાયને વિષે સ્થિતિમાં હેતુપણું એ ગુણ છે, અને જીવન ગુણ જ્ઞાન છે, તેથી કરીને તીર્થકરેએ જીવદ્રવ્યને અધમસ્તિકાયથકી ભિન્ન કહ્યું છે. ૫૦.
ટાર્થ—અધર્મને વિષે એટલે અધમસ્તિકાય રૂ૫ દ્રવ્યને વિષે સ્થિતિમાં એટલે અચળપણને પરિણામ પામેલા જીવ પુદગળોની સ્થિતિમાં હેતુ એટલે મનુષ્યને પૃથ્વીની જેમ સહકારીપણાએ કરીને અપેક્ષા કારણપણું એ ગુણ એટલે સંપાઘ ધર્મ છે, અને જ્ઞાનરૂપી
Aho! Shrutgyanam