________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
પટે
રંજનના સ્વભાવ એ કમૅનામે એટલે શુભાશુભ અષ્ટ (નસીબ )ના ઉદયરૂપ સ્વભાવવાળું કહેવાય છે. તથા જે વેદના એટલે શુભાશુભના અનુભવના સ્વભાવ છે, તે કર્મફળ નામની એટલે ક્રિયાથી ઉત્પન્ન થયેલ સત્ અસત્ ફળના સ્વભાવવાળી વેદના કહેવાય છે. ૪૫,
એનેજ સ્પષ્ટ કરે છે.—
नात्मा तस्मादमूर्तत्वं चैतन्यं चातिवर्तते । अतो देहेन नैकत्वं तस्य मूर्त्तेन कर्हिचित् ॥ ४६ ॥
મૂલાથે—તેથી કરીને આત્મા અમૂર્તપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતા નથી. અને તેથી કરીને તે આત્માને મૂર્તિમાન એવા દેહની સાથે કદાપિ એકતા છેજ નહીં. ૪૬.
ટીકાર્ય—તેથી કરીને એટલે પૂર્વે કહેલા કારણે કરીને આત્મા અરૂપીપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતા નથી. અર્થાત નિરાકારપણાને અને ચેતનપણાને તજતા નથી. આ કારણથી તે આત્માને રૂપી એવા શરીરની સાથે અભેદપણું કદાપિ થતુંજ નથી. ૪૬. सन्निकृष्टान्मनोवाणी कर्मादेरपि पुद्गलात् ।
विप्रकृष्टाद्धनादेश्च भव्यैवं भिन्नतात्मनः ॥ ४७ ॥ ચૂલાથે—એ પ્રમાણે મન, વાણી અને કર્મ વિગેરે સમીપના પુગળથી પણ અને ધન વિગેરે દૂરના પુગળથી પણુ આત્માની ભિન્નતા જાણવી, ૪૭,
ટીકાથે—એ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે મન એટલે મનના ઉપાદાનભૃત અથવા મનપણે પરિણામ પામેલા પુગળા, વાણી એટલે વાણીને યોગ્ય અથવા વાણીપણે પરિણામ પામેલા પુદ્ગળા તથા કર્મ એટલે ઉચ્છ્વાસ નિ:શ્વાસ વિગેરે ક્રિયાવાળું શરીર અથવા શરીરપણે પરિણામ પામેલા પુદ્ગળા, એ વિગેરે એટલે તેજસ, કાર્મેણુ વિગેરેં સન્નિષ્ઠ એટલે જીવપ્રદેશની સમીપે વર્તનાર પુદ્દગળસમૂહથી તથા ધન વિગેરે એટલે વિત્ત, ઘર, શયન અને આસન વિગેરે અત્યંત ક્રૂર એટલે ભિન્નપણે વર્તનારા પુદ્ગળાથી જીવની ભિન્નતા જાણવી. ૪૭.
ઉપર પ્રમાણે દેહાદિકે ગ્રહણ કરેલા પુગળાથી આત્માની ભિન્નતા કહી. હવે પુદ્ગળાસ્તિકાય થકી પણ ભિન્નતા કહે છે.—
पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः । પુર,મ્યસ્તતો મિન્નમાત્મર્જ્યું નવુત્તિનઃ ॥ ૪૮ ૫.
Aho! Shrutgyanam