SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર. ૩૬૭ મૂલાર્થ–ઇદ્રિ, બળ, શ્વાસોચ્છાસ તથા આયુષ્ય એ ચાર પ્રકારના દ્રવ્ય પ્રાણે છે તેના પર્યાય પુળાશ્ચિત છે. પપ, ટીકાથું–શ્રોત્રાદિક પાંચ ઇંદ્રિ, કાયબળ વિગેરે ત્રણ બળ, શ્વાસોચ્છાસ, તથા આયુષ્ય-જીવિત એ ચાર પ્રકારના પ્રવ્ય પ્રાણું એટલે અપ્રધાનપણે રહેલા પ્રાણે પુગળને આશ્રય કરીને રહેલા એટલે કામેદિક પુગળથી ઉત્પન્ન થયેલા પર્યાય છે અને તેના પરિહુમ-ઉત્પાદ વ્યયરૂપ છે. તેથી તે પ્રાણેએ કરીને અવ્યય ધર્મવાળે જીવ જીવતો નથી. પપ. કેમ જીવતે નથી? તે કહે છે– भिन्नास्ते ह्यात्मनोऽत्यन्तं तदेतैर्नास्ति जीवनम् । ज्ञानवीर्यसदाश्वासनित्यस्थितिविकारिभिः ॥ ५६ ॥ મૂલાઈ–તે દ્રવ્ય પ્રાણે આત્માથી અત્યંત ભિન્ન છે, તેથી કરીને જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે દ્રવ્ય પ્રાણેવડે જીવનું જીવન હેતું નથી. પ૬. ટીકાથે–તે દ્રવ્ય પ્રાણે આત્માથી-જીવથી અત્યંત ભિન્ન એટલે પૃથક સત્તાવાળા છે, તેથી કરીને આ પૂર્વે કહેલા આત્માથી ભિન્ન દ્રવ્યપ્રાણેવિડે જીવનું જીવન હોતું નથી. કારણકે સર્વ પદાર્થોને પ્રકાશ કરનાર કેવળ જ્ઞાન, અનંતશક્તિરૂપ વીર્ય, સદાશ્વાસ એટલે નિત્ય આનંદભયપણું અને નિત્યસ્થિતિ એટલે સર્વદા શાશ્વત જીવન-એ ચારેથી વિપર્યય સ્વભાવવાળા દ્રવ્ય પ્રાણવડે જીવનું સનાતન જીવિતપણું હેતું નથી. પ૬. ત્યારે જીવ શાથી આવે છે? તે કહે છે – एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवत्यात्मा सदेत्येषा शुद्धद्रव्यनयस्थितिः॥ ५७ ॥ મૂલાર્થ–તે (પૂર્વોક્ત) જ્ઞાન વીર્યાદિકની પ્રકૃતિરૂપ શાશ્વતી શક્તિ કરીને આત્મા નિરંતર જીવે છે. એ પ્રમાણે આ શુદ્ધ દ્રવ્ય નયની સ્થિતિ છે. પ૭.” ટીકાળું–તે પૂર્વે કહેલા જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિની . પ્રતિરૂપ એટલે આત્માના સ્વભાવરૂપ શાશ્વતી એટલે અવિનાશના સ્વભાવવાળી શક્તિવડે એટલે પોતાની જાતિની વ્યક્તિ વડે અથવા પિતાના આમિક ધર્મની વૃત્તિ વડે જીવ નિરંતર જીવે છે. એ પ્રમાણે આ પૂર્વે કહેલી શુદ્ધ એટલે ઉત્પાદ અને વ્યયના દેષરહિત દ્રવ્ય નયની એટલે દ્રવ્યાર્થિક નયની સ્થિતિ એટલે સ્વરૂપસ્થાન છે. પ૭. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy