________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર :
૧૪૩ આવેલા છે. પરંતુ તેમને ભેદ એટલે ભિન્નતા તે નિસર્ગથી એટલે સ્વાભાવિક સહજ બેધથી અથવા ઉપદેશથી એટલે ગુરૂના મુખે આગમનું શ્રવણ કરવાથી કેઈક પુરૂષ જ જાણે છે. ૪.
એજ કારણ માટે કહે છેतदेकत्वपृथक्त्वाभ्यामात्मज्ञानं हितावहम् । वृथैवाभिनिविष्टानामन्यथा धीविडंबना ॥५॥
મૂલાઈ–તેથી કરીને એકત્વ અને પૃથક કરીને આત્મજ્ઞાન હિતકારક થાય છે, અને કદાગ્રહવાળાની તેથી ઉલટી બુદ્ધિ મિથ્યા અને વિડંબનારૂપ છે. ૫. " ટીકાર્ય–તેથી કરીને એકત્વ એટલે સર્વ પદાર્થો સાથે એકપણું અને પૃથકત્વ એટલે બીજા પદાર્થો સાથે મિત્રતા, એ બે વડે કરીને જે આત્મજ્ઞાન એટલે જીવને આત્માના સ્વરૂપને બાધ તે હિતાવહ છે એટલે ઉભય લેકમાં કલ્યાણકારી છે. અને અભિનિવેશવાળા એટલે એકાંતે કરીને ભેદને વિષે અથવા અભેદને વિષે કદાગ્રહવાળા પુરૂષોની જે વિપરીત બુદ્ધિ છે, તે આત્મસ્વરૂપની પ્રાપ્તિના અભાવને લીધે મિથ્યા તેમજ કદર્થનારૂપ છે. પ.
પ્રથમ આત્માનું એકત્વજ્ઞાન બતાવે છે – एक एव हि तत्रात्मा स्वभावे समवस्थितः। ज्ञानदर्शनचारित्रलक्षणः प्रतिपादितः ॥ ६ ॥
મૂલાઈ–તેમાં સ્વભાવમાં રહેશે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર લક્ષણવાળ આત્મા એકજ પ્રતિપાદન કરે છે. ૬. . ટીકાર્ય–તેમાં એટલે તે એકત્વ અને પૃથકત્વજ્ઞાનમાં સ્વભાવે કરીને એટલે બીજા હેતુની અપેક્ષા રહિત વસ્તુના સહજ ધર્મ કરીને સારી રીતે રહેલે એટલે સર્વ વિભાવના ભેદને ત્યાગ કરીને સ્વભાવમાં આશ્રય કરીને રહેલે તથા જ્ઞાન એટલે વિશેષને ગ્રહણ કરનારે બોધ, દર્શન એટલે સામાન્યને ગ્રહણ કરનારે બોધ અને ચારિત્ર એટલે પિતાના સ્વભાવને વિષે સ્થિરતા, તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી જેનાં લક્ષણે-આત્મસ્વરૂપના ચિન્હ છે એ આત્મા-જીવ પોતાના ગુણને આધારરૂપ એક જ હેવાથી અથવા ચૈતન્યરૂપ જાતિવડે કરીને ભેદરહિત હોવાથી જેમ જાતિવડે સર્વે બ્રાહ્મણ એકજ કહેવાય છે તેમ સર્વે આત્મા પણ એક જ સ્વરૂપવાળા છે. એમ
Ahor Serutgyanam