________________
૨૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[me
રહેતું નથી, અને જો આત્માને જાણ્યા નથી તેા પછી બીજું સર્વજ્ઞાન નિરર્થક છે. ૨.
ટીકાથે—ખરેખર જીવવું નિશ્ચિત સ્વરૂપ જાણવાથી ફરીને કાંઈ પણ જાણવા યોગ્ય અશિષ્ટ રહેતું નથી. કારણ કે સર્વનું જ્ઞાન થવાથી સમગ્ર જ્ઞેય (જાણવા લાયક) પદાર્થ જ્ઞાત (જાણેલા) પણેજ રહે છે. અને તેના જ્ઞાતા જે આત્મા તેને જે જાણ્યો નથી, તે તે (.આત્મજ્ઞાન) વિના બીજું સર્વ જ્ઞાન-પંડિતાઈ નિષ્ફળ છે. કારણ કે અવશ્ય જાણવા યોગ્ય પદાર્થનેજ જાણ્યો નથી. ૨.
બીજા જ્ઞેય પદાર્થનું જ્ઞાન આત્મજ્ઞાનની પ્રસિદ્ધિ માટેજ હોય છે, તે કહે છે.-
नवानामपि तत्वानां ज्ञानमात्मप्रसिद्धये ।
नाजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ : ભૂલાર્થ——નવે તત્ત્વાનું જ્ઞાન આત્માની સિદ્ધિ માટેજ છે. કારણ કે અજીવાદિક પદાર્થો આત્મભેદના પ્રતિયોગી છે. ૩.
ટીકાથે—જીવાદિક નવ તત્ત્વોનું એટલે ભેદ અને પ્રભેદ (તેના પણ ભેદ )વડે નિર્ધારિત સ્વરૂપવાળા તે તત્ત્વાનું જ્ઞાન-સ્વરૂપના નિશ્ચિત આધ આત્માની-ચૈતન્યની પ્રસિદ્ધિને માટે એટલે આત્માને એ સર્વથકી જાદા કરવાવડે કરીને તેના નિર્ધાર કરવા અર્થાત્ પોતાના અને પરના પર્યાયાવ આત્માને સંપૂર્ણપણે જાણવા તેને માટેજ છે. કારણ કે અજીવાદિક એટલે અજીવ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વિગેરે તેમજ પુણ્ય પાપ વિગેરે પદાર્થો પેાતાના- જીવના ભેદના પ્રતિયોગી છે અર્થાત્ અભાવ સંબંધે કરીને સંબંધવાળા છે. આત્માના અભાવરૂપ છે. માટે જે આત્માના અભાવરૂપ હેાય, તેને પણ અવશ્ય જાણવા જોઇએ. ૩. श्रुतो ह्यात्मपराभेदोऽनुभूतः संस्तुतोऽपि वा । निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥ ४ ॥ મૂલાઈ-આત્મા તથા અનાત્માના અભેદ સાંભળ્યા છે, અનુભવ્યે છે, અથવા પરિચયમાં પણ આવ્યા છે; પરંતુ કાઇકજ પુરૂષ નિસર્ગથી અથવા ઉપદેશથી તેના ભેદને જાણે છે. ૪.
ટીકાથે—જીવ અને અજીવાદિકના અભેદ- ઐકયતા સાંભળી છે, અથવા અનુભવી છે એટલે આ જીવ આ અજીવ(દેહ)થી અભિન્ન છે’ એ પ્રમાણે બુદ્ધિવર્ડ પ્રત્યક્ષ પણ થયેલ છે, અથવા અનાદિ કાળથી તેને અત્યંત પરિચય પણ થયા છે, કેમકે સર્વે પદાર્થો આત્માના વિષયમાં
Aho! Shrutgyanam