________________
પ્રબંધ ]
॥ અથ ઇઃ ત્રવન્ય ॥
|| આત્મજ્ઞાનાધિાર |
પાંચમો પ્રબંધ કર્યો. હવે છઠ્ઠો પ્રબંધ કહે છે. તેના સંબંધ આ પ્રમાણે છે-પાંચમા પ્રબંધમાં ધ્યાનનું સ્વરૂપ કહ્યું, તે ધ્યાનવડે આત્માનું જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થવાથી આત્માના નિશ્ચય થાય છે, તેથી અહીં આત્મનિશ્ચય કહીએ છીએ. આ સંબંધે કરીને આવેલા આ છઠ્ઠા પ્રબંધના પ્રથમ શ્લાક કહે છે.-
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः હાર્યો મહાત્મના 0.ર્ ॥
મૂલાથે—ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે, અને તે આત્મજ્ઞાન મુક્તિને આપનારૂં છે, તેથી કરીને આત્મજ્ઞાનને માટે મહાત્માએ નિરંતર યત્ન કરવા. ૧.
ટીકાથે—પૂર્વે કહેલું ધ્યાન આત્મજ્ઞાનરૂપી એટલે નિર્ધાર કરેલા જીવસ્વરૂપના આધરૂપી ફળવાળું છે, તથા આત્મજ્ઞાન એટલે આત્માના સ્વરૂપના આધ જીવને મુક્તિ આપનાર છે એટલે મેાક્ષ પમાડનાર છે. તેથી કરીને મહાત્માએ-ઉત્તમ પુરૂષે આત્મજ્ઞાનને માટે એટલે જીવસ્વરૂપના મેાધને માટે સર્વદા યત્ન કરવા. ૧.
આત્માનું જ્ઞાન થયે સર્વનું જ્ઞાન થાય છે, તે કહે છે.~~ ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ॥ २ ॥
મૂલાથે—આત્માને જાણ્યો તેા પછી બીજું કાંઈ જાણુવા યોગ્ય
Aho! Shrutgyanam