________________
અધ્યાત્મમાર ભાષાંતર.
[ પંચમ
ધ્યાન જ ઉત્કૃષ્ટ રસ છે, એ પ્રમાણે સ્તુતિ કરે છે.गोस्तनीषु न सितासु सुधायां नापि नापि वनिताधरबिंबे । तर कमपि वेत्ति मनस्वी ध्यानसंभवघृतौ प्रथते यः ॥ १८२॥
મૂલાર્થ—જે રસ ધ્યાનથી ઉત્પન્ન થયેલી કૃતિને વિષે પ્રસિદ્ધ છે, તે કોઈ અલૌકિક રસને મનસ્વી પુરૂષ જ જાણે છે. તેવા રસ દ્રાક્ષને વિષે, સાકરને વિષે, અમૃતને વિષે કે સ્ત્રીના આવિષે કાંઈ પણ નથી. ૧૮૨, ટીકાથ—જે રસ ધ્યાનને વિષે ઉત્પન્ન થયેલી ધૃતિ એટલે નિશ્રળપણું અથવા સંતાષ, તેને વિષે પ્રખ્યાત અથવા વિસ્તારવાળા છે, તે કોઈક અવાસ્થ્ય-અલૌકિક રસ કે જેની મધુરતાને પ્રશસ્ત મનવાળા જ્ઞાની પુરૂષજ જાણે છે-પામે છે. તેવા પ્રકારના રસના ભાગી પુરૂષ તેવા રસ દ્રાક્ષને વિષે પામતા નથી, સાકરને વિષે પામતા નથી, અમૃતને વિષે પામતા નથી, તેમજ સ્ત્રીના એન્નપુટને વિષે પણ પામતા નથી. અર્થાત્ તે તે સ્થાનકે તેવા રસના અંશ પણ નથી. ૧૮૨.
હવે ઉપસંહાર કરતાં કહે છે.—
इत्यवेत्य मनसा परिपक्वध्यान संभवफले गरिमाणम् । तत्र यस्य रतिरेनमुपैति प्रौढधामभृतमाशु यशः श्रीः ॥१८३॥
મૂલાથે—આ પ્રમાણે પરિપત્ર ધ્યાનથી ઉત્પન્ન થયેલા ફળને વિષે ગરિષ્ઠપણાને મનવડે જાણીને (વિચારીને) જે મુનિની તે ધ્યાનને વિષે પ્રીતિ થાય છે, તે પ્રૌઢ તેજયુક્ત મુનિને તત્કાળ યશલક્ષ્મીભજે છે. ૧૮૩,
ઢીકાર્જ—મ ઉપર કહ્યા પ્રમાણે પરિપકવ એટલે પૂર્ણ અવસ્થામાં આવેલ હાવાથી ઉત્તમપણાને પામેલા ધ્યાનથી ઉત્પન્ન થયેલ ફળને વિષે-કાર્યસિદ્ધિને વિષે ગરિષ્ટપણાને-ગૌરવતાને મનવર્ડ-હૃદયના વિવેકવડે જાણીને જે મુનિની તે ધ્યાનમાં પ્રીતિ થાય છે, તેવા ધ્યાનમાં પ્રસન્ન ચિત્તવાળા અને મેાટા તેજયુક્ત મુનિને યશરૂપી અથવા મેાક્ષરૂપી લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત થાય છે. ૧૮૩. योऽज्ञातसिद्धान्तविशेषभावः, साहित्यतर्काविहितप्रवेशः । दुर्गे प्रबन्धे शरसंमितेऽहं चक्रे विवृत्तिं सुगुरोः प्रसादात् ॥ १॥ મર્થ—જેણે સિદ્ધાન્તના વિશેષ પદાર્થો જાણ્યા નથી તથા જેણે સાહિત્ય અને તર્કશાસ્ત્રમાં પ્રવેશ કર્યો નથી એવા મેં, માત્ર ગુરૂના પ્રસાદથી આ દુર્ગમ પાંચમા પ્રબંધનું વિવરણ કર્યું છે, ૧. ॥ इति ध्यानस्तुति अधिकारः ॥
986
॥ કૃતિ મંત્રમઃ પ્રત્યુત્ત્વઃ ॥
Aho! Shrutgyanam