________________
પ્રધ.]
જાનાધિકા . એટલે આત્મા નથી એમ માનનારે વાદી હણ્યે-પરાજય પામેલે ન થાય, તે પછી કદાગ્રહવાળા તેનાથી શું? કાંઈ પણ નહીં. ભાવાર્થ એ છે કે-ધ્યાનમાં લીન થયેલે યોગી પ્રત્યક્ષ રીતે સુખથી પૂણે એવા આત્મસ્વરૂપનું દર્શન કરે છે, તેથી કરીને આત્માનંદમય આમાનું અસ્તિત્વ-હોવાપણું વિવાદરહિત સિદ્ધ થાય છે. તેમ છતાં પણ જે નાસ્તિક આત્મા નથી એમ બોલતે હેય તે તેની ઉપેક્ષા કરવી જ યોગ્ય છે. કારણકે આપણું પોતાનું કાર્ય (આત્મદર્શન) સિદ્ધ થયું છે. ૧૭૫. - પ્રકાશ કરવાના ગુણપણે કરીને ધ્યાનની સ્તુતિ કરે છે
यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाशः। ध्यानभिन्नतमसामुदितात्मज्योतिषांतदपि भातिरहस्यम्१७६
મૂલાધું–જે રહસ્યને વિષે પ્રસાર પામતા એવા સૂર્ય, ચંદ્ર, તારા એને દીપકની જ્યોતિને અવકાશ નથી, તેવું પણ રહસ્ય જેનું આત્મરૂપ તિ ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારને ધ્યાનવડે ભેદી નાંખ્યું છે એવા મુનિઓનું શોભે છે. ૧૭૬.
ટીકાર્થ–જે રહસ્યને વિષે એટલે અત્યંત સૂક્ષ્મ પદાર્થના પ્રકાશને વિષે પ્રસાર પામતા એટલે પ્રકાશ કરવા લાયક વસ્તુને પોતાની પ્રભાવડે પ્રકાશ કરતા સૂર્ય, ચંદ્ર, તારાઓ તથા દીપશિખાના તેજને અવકાશ નથી અર્થાત તેઓ પ્રકાશ કરી શકતા નથી, તે રહસ્ય જેમનું આત્મરૂપ તિ–આત્મપ્રભા ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારનું ધ્યાનવડે વિદારણ કર્યું છે, તેવા મુનિઓને (અત્યંત ગહન અને નિપુણ જ્ઞાનવડે પ્રકાશ કરવા ગ્ય આત્મસ્વરૂપાદિક સારભૂત રહસ્ય) દેખાય છે-સ્વપ્રકાશપણે શોભે છે. ૧૭૬.
મૈત્રીપણે ધ્યાનની સ્તુતિ કરે છે– योजयत्यमितकालवियुक्तां प्रेयसी शमरति त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः ॥१७७॥
મૂલાર્થ–જે મિત્ર ચિરકાળથી વિયોગ પામેલી શમરતિ નામની પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે ધ્યાનરૂપી મિત્રને જ અમે મિત્ર માનેલો છે. તેથી જગતને વિષે રહેલા બીજા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું? કાંઈ જરૂર નથી. ૧૭૭.
ટીકા–જે ધ્યાનરૂપી મિત્ર ચિરકાળથી એટલે અનાદિ કાળથી વિગ પામેલી શમરતિરૂપ એટલે શાંત પરિણામને વિષે વિલાસ કરવારૂપ પ્રેયસીને એટલે કમલેશરૂપી શત્રુઓએ ઘણું કાળથી હરણ કરેલી
Aho! Shrutgyanam