________________
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમ એક ધ્યાનજ પરમાર્થનું એટલે પરમપદ(મેક્ષ)ની પ્રાપ્તિનું નિદાનઆદિ કારણ છે. ૧૭૩.
નિબૅથાના ગુણવડે કરીને ધ્યાનની સ્તુતિ કરે છે
बाध्यते न हि कषायसमुत्थैर्मानसैन नतनूपनमद्भिः।। ... अत्यनिष्टविषयैरपि दुःखैानवान्निभृतमात्मनि लीनः१७४॥
મૂલાઈ આત્માને વિષે અત્યંત લીન થયેલે ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારેવડે, નમન કરતા ઇંદ્રાદિકના નમસ્કારથી ઉત્પન્ન થયેલા મનના વિકારવડે, અત્યંત અનિષ્ટ વિષયવડે તથા દુઃખેવડે પણ બાધા પામતે નથી. ૧૭૪.
ટીકાથે–નિશ્ચળ રીતે આત્માને વિષે લીન થયેલે ધ્યાની ક્રોધાદિક કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારેવડે વ્યથા પામતું નથી, કારણકે ધ્યાની નિઃસંગ હોવાથી તેને ક્રોધાદિક કષાયને અભાવ છે. તથા નમવાના સ્વભાવવાળા એટલે ભક્તિવાળા ઇંદ્રાદિકથી આશ્ચર્યના અધિકપણુથી કરતા નમસ્કારવડે અથવા (પાઠાન્તરે) વિસ્તીર્ણ સમૃદ્ધિ વાળા રાજાઓના નમસ્કારવડે હર્ષ અને ગર્વથી ઉત્પન્ન થયેલા મનના વિકારવડે વ્યથા પામતે નથી તથા અત્યંત અનિષ્ટ વિષયવડે બાધા પામતું નથી તેમજ દુ:ખેવડે એટલે શીત, આતપ અને રોગાદિક કોવડે પણ બધા પામતે નથી; કારણકે ધ્યાની ધ્યાનસુખમાંજ મગ્ન હોય છે, તેથી તેને બાહ્ય દષ્ટિને જ અભાવ છે. ૧૭૪.
થાનના સુખની સ્તુતિ કરતાં નાસ્તિક મતને નિવાસ કરે છે– स्पष्टदृष्टसुखसंभृतमिष्टं ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतोयदि न स्यादेवमादिनयवाडमयदंडात् १७५
મલાઈન્સ્પ ષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું, ઈષ્ટ અને મેક્ષ સુખથી ગરિષ્ઠ એવું ધ્યાન મારે છે. જો આ વિગેરે નયની વાણીમય દંડ-લાકડીથી નાસ્તિક હણાયેલે ન થાય, તે તેથી કરીને શું? ૧૭૫.
ટીકા–સ્પષ્ટ રીતે જોયેલા સુખથી-આનંદથી પરિપૂર્ણ તથા ઇષ્ટ એટલે પ્રિય તથા મેક્ષના સુખે કરીને-પૂર્ણ આનંદના વિલાસે કરીને ગરિષ્ઠ-અત્યંત મોટું એવું ધ્યાન મારે છે. જે આ પ્રમાણે કહેલા ધ્યાનવડે આત્માની સિદ્ધિ થયા છતાં આ પ્રકારના એટલે આત્મસ્વરૂપને નિશ્ચય કરવામાં તત્પર તથા નાસ્તિકના મતને નિગ્રહ કરનારા ન્યાય- રૂ૫ વાડમય એટલે વચનાત્મક શાસ્રરૂપી દંડના પ્રહારથી નાસ્તિક
Aho! Shrutgyanam