________________
પ્રબંધ ]
ધ્યાનસ્તુત્યધિકાર.
ઉપ
તા શું કહેવું? પરંતુ રાગ એટલે વિષયપરના પ્રેમ પંડિતાને પણ સુત્યાજ્ય નથી. પણ પરમ શ્રુતિને એટલે આત્મસ્વરૂપની કાંતિના સમૂહને જોનાર ધ્યાની તેા તૃપ્તિ એટલે સંતોષને પામીને પછી ફરીથી તે રાગ પ્રત્યે ગમનજ કરતા નથી—તે રાગને સ્વીકારજ કરતા નથી. ૧૭૧. ધ્યાન નિદ્રાને હરણુ કરવાના ગુણવાળું છે, એમ કહીને તેની સ્તુતિ કરે છે.
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा ध्यानिनो भवति तत्र सुषुप्तिः १७२ મૂલાથે—સમગ્ર પ્રાણીસમૂહની જે રાત્રી છે, તે ધ્યાનીને દિવસ સંબંધી મહા ઉત્સવ છે. તથા જેને વિષે અભિનિવેશવાળા તે જાગૃત રહે છે, તેમાં ધ્યાની પુરૂષા સુઈ રહે છે. ૧૭૨.
ટીકાથે—સર્વે મનુષ્યાદિક પ્રાણીઓની જે જગપ્રસિદ્ધ રાત્રી છે, તે એટલે મનુષ્યની રાત્રીના સમય ધ્યાનવાળાને ધ્યાનના વ્યાઘાતને હણવાથી નિદ્રાના અભાવ થવાને લીધે દિવસના મહાત્સવ જેવા છે. તથા જે વિષયામાં અને દિવસમાં તે સર્વે પ્રાણી અભિનિવેશવાળા એટલે રાગાદિકમાં વ્યાપ્ત થાય છે–તલ્લીન થઇને જાગૃત રહે છે એટલે સાવધાન રહે છે, તે અવસરે તથા તે વિષયાને વિષે ધ્યાનવાળા ચેાગીની સુષુપ્તિ એટલે આત્માના લયરૂપ અથવા બાહ્ય વિષયથી વિરામ પામવારૂપ સુખનિદ્રા હોય છે. ૧૭૨.
સમગ્ર ક્રિયાની સિદ્ધિ થવી તે ગુણુ . ધ્યાનને છે, એમ સ્તુતિ કરે છે.~~
संतोदक इवान्धुजलानां सर्वतः सकलकर्मफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैर्ध्यानमेव परमार्थनिदानम् ॥ १७३॥
મૂલાથે—જેમ ગ્રૂપના જળની સિદ્ધિ સરવણીના જળવડે છે, તેમ ચાતરફથી સકલ સત્ કર્મના ફળની સિદ્ધિ જેને વિષે રહેલી છે, તે અત્યંત પરમાર્થનાં કારણુરૂપ એક ધ્યાનજ છે. ૧૭૩,
ટીકાર્થ—ધ્યાનને વિષે ચોતરફથી સર્વ ક્રિયાઅે સાધવા લાયક ફળની સિદ્ધિ છે. કાની જેમ? તે કહે છે.-જેમ કૂવાના જળની સિદ્ધિ સરવણીના જળમાં છે, એટલે કે જેમ કૂવાને વિષે જળની સિદ્ધિ નિરંતર ઝરતા પાણીના પ્રવાહવડે છે, તેમ નિરંતર શુભ પરિણામવડે સર્વ કર્મના ફળની સિદ્ધિ ધ્યાનના પ્રવાહને વિષે છે. તેથી કરીને કેવળ
Aho ! Shrutgyanam