________________
અધ્યાત્મસાર ભાષાંતર.
પંચમવહાલી પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે જ હૃદયમાં વર્તનાર, ધ્યાનરૂપી મિત્ર અમારે ઈષ્ટ છે–અમને પ્રમાણભૂત છે. જગતમાં તેથી, બીજા-ધ્યાનથી વ્યતિરિક્ત એવા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું? કાંઈજ નહીં. ૧૭૭.
ધ્યાનની મહેલરૂપે સ્તુતિ કરે છે– वारितस्मरबलातपचारे शीलशीतलसुगन्धिनिवेशे । उच्छ्तेि प्रशमतल्पनिविष्टोध्यानधाम्नि लभते सुखमात्मा १७८.
મલાઈ_જેને વિષે કામદેવના સામર્થ્યરૂપી આતપના પ્રચારને નિષેધ કરાયેલ છે, જેની રચના શીળવડે શીતળ અને સુગંધી છે, તથા જે અત્યંત ઉન્નત છે, એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી પર્યક ઉપર બેઠેલો આત્મા સુખ પામે છે. ૧૭૮,
ટીકાર્થ-કામદેવના સામર્થ્યરૂપી એટલે કામવિકારના ઉદયરૂપી આતપ-ધર્મને પ્રવેશ જેમાં નથી, શીળવડે એટલે બ્રહ્મચર્યવડે અથવા ઉત્તમ આચારવડે શીતળ એટલે શીતસ્પર્શવાળી અને સુગંધી જેની રચના છે, તથા જેનું શિખર અત્યંત ઉન્નત-ઉંચું છે, એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી એટલે શાંત સ્વભાવરૂપી અથવા ક્ષમારૂપી પર્યકમાં બેઠેલે આત્મા–ચૈતન્યરૂપી રાજા સુખ-આનંદને પામે છે. ૧૭૮.
અતિથિની પૂજાના ઉપચારે (સાહિત્ય) કરીને ધ્યાનની સ્તુતિ કરે છેशीलविष्टरदमोदकपाद्यप्रातिभाय॑समतामधुपर्कैः। ध्यानधानि भवति स्फुटमात्माहूतपूतपरमातिथिपूजा ॥१७९॥
મૂલાર્થ-શીળરૂપી આસન, દમરૂપી પાદેદક, પ્રતિરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક કરીને ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રગટ રીતે પિતેજ લાવેલા, પવિત્ર અને ઉત્તમ અતિથિરૂ૫ આત્માની પૂજા થાય છે. ૧૭૯.
ટીકાઈ–બહાચર્યરૂપી સિહાસન, ઈદ્રિયદમનના પરિણામરૂપ પાદપ્રક્ષાલનનું જળ, પ્રતિભા એટલે કેવળજ્ઞાનની નીચે વર્તતું સહજ અને શુદ્ધિના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ મતિજ્ઞાનતદ્રુપ અર્થ–માંગલિક વ-. સ્તુને ઉપચાર તથા સમતા-સર્વત્ર તુલ્ય પરિણતિરૂપ મધુપર્ક વડે તેના એટલે દહીં, દૂધ, સાકર વિગેરે પાંચ પ્રકારની વસ્તુથી મિશ્રિત કરેલા પૂજોપચારવડે ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પોતે જ આમંત્રણ આપીને બેલાવેલા, વ્રતાદિકવડે પવિત્ર અથવા સત્યરૂપ તથા ઉત્કૃષ્ટ–અતિ ઉત્તમ એવા આત્મા (ચેતન) રૂપી અતિથિની પૂજા પ્રગટ રીતે થાય છે. ૧૭૮
Aho! Shrutgyanam