________________
(પંચમ,
અધ્યાત્મસાર ભાષાંતર.
હવે તેના ફળનું દ્વાર કહે છે.— शीलसंयमयुक्तस्य ध्यायतो धर्म्यमुत्तमम् । स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबन्धिनीम् ॥ १५५ ॥ લાર્જ—શીળ અને સંયમે કરીને યુક્ત એવા ઉત્તમ ધર્મધ્યાનને ધ્યાનારા યાગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપ ફળ કહેલું છે. ૧૫૫.
ટીકાથે—શીળ એટલે બ્રહ્મચર્ય અથવા સર્વે શુદ્ધ આચાર અને સંયમ એટલે સત્તર પ્રકારનું ચારિત્ર અથવા છ કાય જીવરક્ષારૂપ સંયમ તેણે કરીને યુક્ત તથા ઉત્તમ ધર્મમય ધ્યાનને કરતા યાગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી એટલે મહા સુકૃતસમૂહને અનુસરનારી તથા ઉત્તરોત્તર જન્મને વિષે મહા સુકૃતના અંધ કરનારી સ્વર્ગપ્રાપ્તિરૂપ એટલે મહત્વિક દેવપણાની પ્રાપ્તિરૂપ ફળ તીર્થંકરાદિક કહેલું છે. ધર્મધ્યાનથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તેથી સ્વર્ગપ્રાપ્તિરૂપ તેનું ફળ કહેલું છે. ૧૫૫.
ધર્મધ્યાન કહ્યું. હવે શુકલધ્યાનના અવલંબનેને કહે છે.-~~ ध्यायेच्छुक्कुमथ क्षान्तिमृदुत्वार्जवमुक्तिभिः । छद्मस्थisit मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥ १५६ ॥ મૂલાથે—ત્યારપછી ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિઃસ્પૃ હુપણું) એ કરીને યુક્ત એવા છદ્મસ્થ મુનિએએ પરમાણુને વિષે મનને લગાડીને શુકલધ્યાન ધ્યાવું અને કેવળીએ મનના રોધ કરીને શુકલધ્યાન ધ્યાવું. ૧૫૬.
ટીકાથે—ત્યારપછી એટલે ધર્મધ્યાન પૂર્ણ થયા પછી ક્ષમા, માવ એટલે માનરહિતપણું, આર્જવ એટલે માયારહિતપણું અને મુક્તિ એટલે લાભના અભાવને લીધે. પ્રાપ્ત થયેલ નિઃસ્પૃહપણું-એ રૂપ આલંબનવડે કરીને પરમાણુને વિષે મનને રોકીને છદ્મસ્થે-અસર્વજ્ઞે શુકલધ્યાન ધ્યાવું–શુક્લધ્યાનને વિષે લીન થવું. આ ધ્યાનની ભાવના, દેશ, કાળ અને આસન ધર્મધ્યાનની માફ્ક જાણવાં. તેમાં કાંઇ પણ વિશેષ ન હાવાથી અહીં કહ્યાં નથી, અને જિને એટલે સર્વને તે મનના મૂળથીજ સંહાર કરીને એટલે મનના વિષયપણાથી રહિત હોવાને લીધે અનરહિત થઈને શુકલધ્યાન ધ્યાવું. ૧૫૬.
Aho! Shrutgyanam