________________
પ્રબંધ, ]
- ધ્યાનાધિકાર. . શુક્લધ્યાનને પહેલે પ્રકાર કહે છે__ सवितर्क सविचार सपृथक्त्वं तदादिमम् ।
नानानयाश्रितं तत्र वितः पूर्वगं श्रुतम् ॥ १५७ ॥
મૂલાળું–વિતર્કસહિત, વિચારસહિત અને પૃથકવસહિત એમ શુકલધ્યાનનો પહેલો પાદ ત્રણ પ્રકારે યુક્ત હોય છે. તેમાં વિવિધ નયને આશ્રય કરીને રહેવું અને પૂર્વગત જે શ્રુત તે વિતર્ક કહેવાય છે. ૧૫૭.
ટીકાથે–તે શુકલધ્યાનના પ્રથમ પાદનું ધ્યાન આ પ્રમાણે કરવું.” તે પ્રથમ પાદ કે છે? તે કહે છે. હમણું કહેવાશે એવા વિતર્ક સહિત, કહેવાશે એવા વિચારસહિત અને કહેવાશે એવા પૃથકત્વ એટલે વિભિન્નપણુંએ કરીને સહિત અથૉત્ સવિતકે સવિચાર સપૃથકત્વ નામનું પહેલું શુકલધ્યાન કહેવાય છે. તે ત્રણ પ્રકારમાં વિતર્ક આ પ્રમાણે છે–ગમ વિગેરે વિવિધ પ્રકારના નયને આશ્રય કરીને રહેલું તથા ઉત્પાદ વિગેરે ચૌદ પૂર્વની અંદર સમાયેલું જે મુતજ્ઞાન-શાસ્ત્રબોધ તેને વિતર્ક જાણ. ૧૫૭.
હવે સવિચાર અને પૃથકત્વ દેખાડે છે– अर्थव्यञ्जनयोगानां विचारोऽन्योऽन्यसंक्रमः। पृथक्त्वं द्रव्यपयोयगुणान्तरगतिः पुनः॥ १५८ ॥
મુલાઈ–અર્થ, વ્યંજન અને એને જે પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય છે. અને દ્રવ્ય, પર્યાય તથા ગુણને જે સંક્રમ તે પૃથકત્વ કહેવાય છે. ૧૫૮.
ટીકાર્ચ–અર્થ એટલે દ્રવ્ય અને પર્યાય, વ્યંજન એટલે તે અર્થને કહેનારે શબ્દ, તથા યોગ એટલે મન, વચન અને કાયાના વ્યાપાર, તેમને જે
અ ન્ય સંકેમ એટલે અદિકનું જે પરસ્પર સંક્રમણ અથૉત અર્થમાં રહેલા લયને વ્યંજનમાં–શબ્દમાં સંક્રમ, વ્યંજનમાં રહેલા લયનો પગમાં સંક્રમ, એ રીતે જે સંકમણું છે તે જ વિચાર કહેવાય છે. તથા દ્રવ્યથકી એટલે એક પરમાણુ વિગેરે પદાર્થોથકી બીજા દ્રવ્યમાં–બીજા પરમામાં ધ્યાનને સંમ, ઉત્પાદરૂપ, વ્યયરૂપ અથવા ધ્રૌવ્યરૂપ પર્યાયથકી બીજા પર્યાયમાં સંક્રમ, તથા વર્ણદિરૂપ અથવા જ્ઞાનાદિરૂપ ગુણથકી બીજા ગુણને વિષે સંક્રમ થે તે પૃથકત્વ-ભિન્નપણું કહેવાય છે. આ પ્રમાણે વિતર્કસહિત, વિચારસહિત અને પૃથકવસહિત શુક્લધ્યાનના પહેલા પાદનું ધ્યાન કરવું. ૧૫૮.
૪ર
Aho ! Shrutgyanam