________________
૩૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
ઉત્પન્ન થયેલા સંવેગ—મેાક્ષની અભિલાષારૂપી વેગથી એટલે ઉપાયને વિષે પ્રવર્તવામાં એકાગ્રતાવાળી શીઘ્ર ગતિથી વૈરાગ્યરૂપી સંસારપરની ઉદાસીનતારૂપી માર્ગે પડેલું એવું ચારિત્રરૂપી વહાણુ, તેને એટલે સંયમરૂપ-વિરતિરૂપ નૌકાને આશ્રિત થયેલા-તેની અંદર બેઠેલા પંડિત પુરૂષા સત્ય એટલે જગતના જ્યેાને હિતકારક હાવાથી સારી એવી અનિત્યાદિક ભાવના નામની મોટી પેટીઓને વિષે રક્ષણ થવાને માટે પ્રયત્નથી શુભ મનરૂપી રત્નોને નાંખીને જે પ્રકારે નિર્વાપણે નિર્વાણ નગરને-મુક્તિરૂપી નગરીને પામે છે, તે પ્રકારે ધ્યાન કરવું.
૧૨૯-૧૩૦-૧૩૧–૧૩૨-૧૩૩.
હવે પંડિત સમુદાયના મોક્ષ નગર તરફ ગમન કરવાના વૃત્તાંતને જાણીને સામે આવતા માહરાજાના પરાભવ કરી ધર્મરાજા જય પામે છે, તે વાત અગીયાર ફ્લાકડે કહે છે.-~~~
॥
यथा च मोहपल्लीशे लब्धव्यतिकरे सति । संसारनाटकोच्छेदाशंकापंकाविले मुहुः ॥ १३४ ॥ મુક્ષુઃ ॥ सज्जीकृतस्वीयभटे नावं दुर्बुद्धिनामिकाम् । श्रिते दुनतिनौवृन्दारूढशेषभटान्विते ॥ १३५ ॥ મૂલાથ— જે પ્રકારે મેહરૂપી પદ્મીપતિ આ વૃત્તાંત સાંભળીને વારંવાર સંસારરૂપી નાટકના ઉચ્છેદની શંકારૂપ પંકવડે મલીન થયા ત્યારે તેણે (માહરાજાએ) પોતાના સુભટને સજ્જ નામની નૌકાના આશ્રય કર્યો, અને બાકીના યોદ્ધા નૌકામાં આરૂઢ થયા. ૧૩૪–૧૩૧.
કરીને દુર્બુદ્ધિ દુર્નીતિ નામની
ટીકાથે—જે પ્રકારે સંસાર-વારંવાર ભવને વિષે ભ્રમરૂપ નાટકનાવિચિત્ર વેષને ધારણ કરનારા પાત્રોના નૃત્યના વિનાશની શંકારૂપ-ત્રાસ રૂપ પંકવડે મલીન એવા, અને વારંવાર જેણે એ વૃત્તાંત સાંભળ્યો છે એટલે ધર્મરાજા વારંવાર સંસારી જીવાને મોક્ષરૂપી નગરમાં લઈ જાય છે એ વાત જેના સાંભળવામાં આવી છે એવા, મેહ એટલે મોહનીય કર્મ અથવા અજ્ઞાનદારૂપ પટ્ટીશ એટલેભિટ્ટોના માટે રાજા થયા ત્યારે તેણે પોતાના સુભટાને સજ્જ-તૈયાર એટલે જેણે અખ્તર ધારણ કર્યાં છે એવા કરીને દુર્બુદ્ધિ એટલે પાપમુદ્ધિ નામની નૌકાના આશ્રય કર્યો—તે પર ચઢો, અને બાકીના રાગાદિક યોદ્ધા દુર્રીતિ એટલે પરના દ્રોહ કરનારી નીતિઓ-વિપર્યાસ ભાવવડે એકાંત વાદને કહેનારા વ્યવહાર માર્ગોરૂપી નૌકાઓમાં આરૂઢ થયા. અર્થાત્ એ રીતે તૈયાર થઈને માહરાજા સામા આવ્યો. ૧૩૪–૧૩૫.
Aho ! Shrutgyanam