________________
પ્રબંધ.].
ધ્યાનાધિકાર વૈરાગ્યરૂપી મા પડેલું એવું જે ચારિત્ર રૂપી વહાણ તેને વિષે બેઠેલા પંડિતે સદ્ભાવના નામની પેટીને વિષે શુભ ચિત્તરૂપી રતને નાખીને નિર્વિધ્રપણે મેક્ષનગરે પહોંચે છે. આ પ્રમાણે ધ્યાન કરવું. ૧૨૯૧૩૦-૧૩૧–૧૩૨-૧૩૩.
ટીકાર્યું–આવા પ્રકારના ચારિત્રરૂપી વહાણને આશ્રય કરનારા પંડિત મોક્ષ નગરીએ પહોંચે છે, એ પ્રમાણે પાંચમા કલેક સાથે સંબંધ જાણ. તે ચારિત્રરૂપી વહાણ કેવું છે? તે કહે છે.-તે સંસારરૂપી સમુદ્રને તરવાના ઉપાયરૂપ એટલે સમ્યક પ્રકારે-ફરીથી આવૃત્તિ (પુનર્જન્મ) ન થાય તેવી રીતે સંસારસમુદ્રથી પાર પામવાના સાધનરૂપ, તથા સમકિત એટલે સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મને વિષે શુદ્ધ શ્રદ્ધારૂપ દઢ એટલે અતિ બળવાનું બંધનવાળું એટલે વહાણ ભાંગી ન જાય તેટલામાટે લેઢાની પાટી તથા દેરડા વટવા વિગેરેથી કરેલી મજબુતીવાળું, તથા ઘણું એટલે અઢાર હજાર શીલાંગ-આચારના પ્રકારરૂપી પાટીયાવાળું, તથા જ્ઞાન-સધરૂપી નિર્ધામક એટલે સમુદ્રમાર્ગને જાણનાર વિચિત્ર પુસ્તકને ધારણ કરનાર પુરૂષે કરીને યુક્ત, તથા સંવરવડે એટલે પાંચ પ્રકારના ચારિત્ર વિગેરે સત્તાવન પ્રકારના નવીન કર્મના પ્રવેશને નિરોધ કરનારા કારણે વડે આAવરૂપી છિદ્રોને એટલે નવીન કમરૂપી આવતા જળપ્રવાહને પ્રવેશ કરનારા માર્ગરૂપી રંધાને નાશ પમાડેલા છે જેમાં એવું, તથા ચિતરફ એટલે સર્વ દિશા અને વિદિશાને વિષે મનગુપ્તિ વિગેરે ત્રણ પ્રકારની ગુપ્તિવડે રક્ષણ કરાયેલું, તથા જ્ઞાનાચાર વિગેરે પાંચ આચારરૂપી મંડપવડે–વિશ્રામ
સ્થાનવડે શોભતું, તથા અપવાદ એટલે કારણને લીધે આચરવા લાયક માર્ગ અને ઉત્સર્ગ એટલે નિરંતર આચરવા ગ્ય માર્ગ તે બે માર્ગરૂપ બે ભૂમિકાવાળું તથા અસંખ્ય એટલે જેની સંખ્યા ન થઈ શકે તેટલા અને દુધેર એટલે મહાદિક શત્રુઓ વડે પણ રેકી ન શકાય તેવા સત આશરૂપી એટલે સંયમ (ચારિત્રના)ના પરિણામે કરીને થયેલા શુભ અધ્યવસાયોરૂપી સુભટોએ કરીને તેની અંદર સુભટે રહેલા છે માટે ) દુ:પ્રવૃષ્ય એટલે રાગાદિક શત્રુઓ પરાભવ ન પમાડી શકે તેવું, તથા સુંદર છે. એટલે મોક્ષના ઉપાય તેના સેવનરૂપ કૂપસ્તંભના અગ્રભાગ ઉપર એટલે વહાણની મથે રહેલા ઉંચા સ્તંભની ટોચ ઉપર જ્ઞાનક્રિયાની શુદ્ધિરૂપ ઉજજવળ મનના પરિણામમય અધ્યાત્મરૂપી શ્વત પટ.(ધોળે સઢ) જેમાં ચડાવે છે એવું તથા અનશનાદિક બાર પ્રકારના તારૂપી અનુકૂળ પવનથી એટલે કર્મરૂપી રજનું હરણ કરવામાં નિપુણ હોવાથી સાનુકૂળ એ પાછળનો વાયુ વાવાથી
Aho !"Shrutgyanam