________________
૩૧૪.
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમ આપત્તિરૂપી વીજળીના પડવાએ કરીને મહાભયને ઉત્પન્ન કરનારે, દુરાગ્રહરૂપી દુષ્ટ વાયુવડે હૃદયના કંપને કરનારે, વિવિધ એટલે અનેક પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપ માછલાંઓ તથા કાચબાઓ વડે વ્યાપ્ત અને આત્માને ચંચળતા ઉત્પન્ન કરનારા દે એટલે રાગ, દ્વેષ અને
હાદિકે ઉત્પન્ન કરેલા અસ્થિર સ્વભાવરૂપી પર્વતાએ કરીને દુર્ગમ એટલે દખે કરીને અવગાહન કરી શકાય તે, આવા પ્રકારના વિશેષણવાળા સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું–એકાગ્ર ચિત્તવડે તેના સ્વરૂપનું ધ્યાન કરવું. અહીં પાંચ કવડે કહેલા સમુદ્રને તથા હવે પછી કહેવામાં આવશે એવા પ્રવાહણને ઉપનય પોતાની બુદ્ધિથી જાણ લે. ૨૪-૧૨૫-૧૨૬-૧૨૭-૧૨૮.
હવે એ સમુદ્રને તરવાના ઉપાયનું ચિંતવન કરવું, એ પાંચ વડે કહે છે–
तस्य संतरणोपायं सम्यक्त्वदृढबन्धनम् । बहुशीलाङ्गफलकं ज्ञाननिर्यामिकान्बितम् ॥ १२९ ॥ संवरास्तानवच्छिद्रं गुप्तिगुप्तं समन्ततः । आचारमंडपोद्दीप्तापवादोत्सर्गभूद्वयम् ॥ १३०॥ असंख्यैर्दुधरैर्योधैर्दुःप्रधृष्यं सदाशयैः। सद्योगकूपस्तंभानन्यस्ताध्यात्मसितांशुकम् ॥ १३१॥ तपोऽनुकूलपवनोद्भूतसंवेगवेगतः।
वैराग्यमार्गपतितं चारित्रवहनं श्रिताः ॥ १३२ ॥ - શીવનાધ્યમન્નુપાચનશ્ચિત્તરલતા
यथाऽविघ्नेन गच्छन्ति निर्वाणनगरं बुधाः ॥ १३३ ॥
મલાર્થ–તે (સંસારરૂપી સાગર)ને તરવાનાં સાધનરૂપ, સમ્યકત્વ રૂપી દઢ બંધનવાળું, ઘણુ શીલાંગરૂપી પાટીયાવાળું, જ્ઞાનરૂપી નિમકે કરીને યુક્ત, સંવરવડે કરીને આશ્રવરૂપી છિદ્રોને નાશ કરનારું, ચોતરફ ગુપ્તિથી રક્ષણ કરાયેલું, આચારરૂપી મંડપ કરીને સુશોભિત, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે ભૂમિકાવાળું, અસંખ્ય અને દુધરે એવા સદાશયરૂપી
દ્ધાઓને લીધે પરાભવ પમાડવાને અશકય, સદ્યોગરૂપી કૂપસ્તંભના અગ્રભાગને વિષે અધ્યાત્મરૂપી શ્વેત વસ્ત્ર (સઢ) જેમાં ચઢાવેલ છે એવું અને તારૂપી અનુકૂળ વાયુવડે ઉત્પન્ન થયેલા સંવેગરૂપી વેગથી
Aho ! Shrutgyanam