________________
ધ્યાનાધિકાર.
कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः । अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥ ८९ ॥ ભૂલાથે—આ આર્તધ્યાનીને વિષે જેના ભાવ અતિ કિલષ્ટ નથી એવા કર્મના પરિણામને લીધે કાપાત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાના સંભવ છે. ૯૯.
પ્રબંધ ]
૩૦૧
ટીકાથે—આ આર્તધ્યાનવાળા જીવને વિષે કાપેાત-થોડા કિલષ્ટ પરિણામવાળી લેશ્યા, નીલ-કાપાત કરતાં વધારે ક્લિષ્ટ પરિણામવાળી લેયા અને કૃષ્ણ એટલે નીલ કરતાં વધારે કિલષ્ઠ પરિણામવાળી લેયાએ ત્રણ લેયાના એટલે અશુભ અધ્યવસાયના સંભવ છે. શાથી કે જેમના ભાવ એટલે ઉદયથી ઉત્પન્ન થયેલા રસસ્વભાવ અતિ ક્લિષ્ટ નથી અર્થાત્ મધ્યમ છે એવા જ્ઞાનાવરણાદિક ઉદય પામેલા કર્માંના પરિણામથી તે ત્રણ લેયાના સંભવ છે. રૌદ્રધ્યાનમાં રહેલી લેયાની અપેક્ષાએ આ લેયાએ મંદ પરિણામવાળી હેાય છે એમ જાણવું, ૮૯. હવે એ શ્લોકવડે આર્તધ્યાનીના ચિન્હા કહે છે. क्रन्दनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनम् ।
ताडनं लुञ्चनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ॥ ९० ॥ મૂલાથે—કંદન, રૂદન, મોટેથી શોક, પરિદેવન, તાડન અને લુંચન એ આ આર્તધ્યાનીના ચિન્હો છે, એમ પંડિતા કહે છે. ૯૦.
ટીકાર્થ—કંદન એટલે શોકાતુરપણે અપાત કરવા, રૂદન એટલે વિસ કંઠવડે મેોટા શબ્દે કરીને નિરંતર વિલાપ કરવા, અતિશય શાક એટલે ઇષ્ટ વસ્તુના વિયાગાદિકને લીધે અત્યંત ચિંતાતુર રહેવું, પરિદેવન એટલે દીનતા ભરેલાં વચના એલવાં, તાડન એટલે દુઃખથી આકુળ થઇને હૃદય મસ્તક વિગેરે ફુટવાં, તથા લુંચન એટલે મસ્તકના કેશ વિગેરેને તેાડવા. આ પ્રમાણે જ્ઞાનીઓએ આ આર્તધ્યાનીના લિંગા એટલે જેનાવડે. હૃદયમાં રહેલું. આર્તધ્યાન જણાય એવાં ચિહ્નો કહેલાં છે. ૯૦. मोघं निन्दन्निजं कृत्यं प्रशंसन् परसंपदः । विस्मितः प्रार्थयनेताः प्रसक्तश्चैतदर्जने ॥ ९१ ॥
મલાથ—પેાતાના નિષ્ફળ થયેલા કૃત્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને તે સંપત્તિઓની પ્રાર્થના કરે તથા તેને મેળવવા માટે આસક્ત થાય. ૯૧.
ટીકાથે—પેાતાના નિષ્ફળ એટલે પ્રયન કર્યા છતાં પણ ફળરહિત
Aho! Shrutgyanam