________________
૩૦૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
એવા કાર્યની નિંદા કરે, બીજાની સંપત્તિઓના વખાણુ કરે, તે સંપત્તિને વિષે ચમત્કાર પામીને તેની પ્રાર્થના-અભિલાષા કરે, તથા તે સંપત્તિઓને મેળવવા માટે અત્યંત આસક્તિ રાખે. આવા લક્ષણવાળાને આર્તધ્યાની જાણવા. ૯૧.
હવે આર્તધ્યાનના સ્વામી કહે છે.——
प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराशुखः । નિનોમજુરસ્તુવન્નાતાને પ્રવર્તતે । ૧૨ ।। મૂલાથે—પ્રમત્ત, ઇંદ્રિયોના વિષયોમાં લોલુપ, ધર્મને વિષે પાહૅમુખ તથા જિનાજ્ઞાના અંગીકાર નહીં કરનારા પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે. કર.
ટીકાથ–પ્રમત્ત એટલે હિતને વિષે આળસુ, શબ્દાદિક ઇંદ્રિયોના વિષયામાં અત્યંત આસક્ત, ધર્મને વિષે પરાભુખ એટલે ધર્મના પરિણામરહિત તથા જિનેશ્વરની આજ્ઞાને નહીં સ્વીકારતા અર્થાત્ જિન વચનની અપેક્ષારહિત એવા પુરૂષ આર્તધ્યાનને વિષે પ્રવર્તે છે એમ જાણવું. માટે આર્તધ્યાનની ઉત્પત્તિના કારણરૂપ પ્રમત્તપણું વિગેરે તજવા
લાયક છે. ૯૨.
હવે જે આ આર્તધ્યાનના ધ્યાનારા છે, તેઓને બતાવે છે.— प्रमत्तान्तगुणस्थानानुगमेतन्महात्मना ।
सर्वप्रमादमूलत्वात्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ ९३ ॥ ભૂલાઈ—પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી રહેનારૂં અને તિર્યંચની ગતિને આપનારૂં મા આર્તધ્યાન સર્વ પ્રમાદનું મૂળ હોવાથી મહાત્માએ તવા લાયક છે. ૯૩.
ટીકાર્યું—આ આર્તધ્યાન પ્રમત્ત એટલે પ્રમાદી સંયમવાન્ જેના સ્વામી છે એવા છઠ્ઠા ગુણસ્થાનના અંતસુધી પ્રવર્તવાવાળું એટલે પહેલા ગુણસ્થાનકથી આરંભીને છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેનારૂં છે. તે (આર્દ્રધ્યાન)નું ફળ કહે છે—આ ધ્યાન તિર્યંચની ગતિને આપનારૂં છે એટલે આ આર્તધ્યાન છત્રાને પૃથ્વીકાયથી આરંભીને પંચેંદ્રિય પશુજાતિ સુધીની ગતિને આપનારૂં છે. કારણ કે મિથ્યાત્વ, અવિશ્ત, વિષય, કષાય અને યોગરૂપ સર્વે પ્રમાદેશનાં મૂળ કારણરૂપ તે છે, તેથી મહાત્માઓએ એટલે ઉત્તમ મુમુક્ષુઓએ તેના ત્યાગ કરવા યોગ્ય છે. ૯૩.
Aho! Shrutgyanam