________________
૩૦૦
અધ્યાત્મસાર ભાષાંતર.
शब्दादीनामनिष्टानां वियोगासंप्रयोगयोः । चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषः ॥ ८७ ॥ इष्टानां प्रणिधानं च संप्रयोगावियोगयोः । निदानचिन्तनं पापमार्तमित्थं चतुर्विधम् ॥ ८८ ॥ મૂલાથે—અનિષ્ટ એવા શબ્દાદિક વિષયોનાં વિયોગ અને અસંપ્રયાગ (અપ્રાપ્તિ)નું ચિંતવન (૧), તથા વેદનાથી વ્યાકુળપણું પામેલાનું જે ચિંતવન ( ૨ ), ઇષ્ટ પદાર્થના સંપ્રયાગ (અપ્રાપ્તની પ્રાપ્તિ ) અને અવિયોગ ( પ્રાપ્ત થયેલાના અવિયોગ )ને માટે જે પ્રણિધાનચિંતવન (૩) અને નિયાણાનું ચિંતવન (૪) આ પ્રમાણે દુષ્ટ આર્ટધ્યાન ચાર પ્રકારનું છે. ૮૭–૮૮.
[ પંચમ
ટીકાર્ય—અનિષ્ટ એટલે પેાતાને પ્રતિકૂળ એવા શબ્દાદિક એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પોંવાળા સચેતન પદાર્થોના વિયાગ એટલે તે પ્રાપ્ત થયેલા હાય તા મારે આ વિષયાના વિયોગ કયારે થશે ?’ એ પ્રમાણે તથા અસંપ્રયોગ એટલે અનિષ્ટ વિષયાના કોઈ પણ પ્રકારે વિયોગ થયા હાય તા મારે ફરીથી આ વિષયોના સંયોગ ન થા’ એ પ્રમાણે જે ચિંતવવું તે. એટલે અનિષ્ટના વિયેાગ અને અસંપ્રયોગનું ચિંતવન-એકાગ્રપણે તેવા વિચાર કરવા તે અનિષ્ટ વિયેાગ નામનું પહેલું આર્તધ્યાન કહેવાય છે. તથા જ્વરાદિક રોગથી ઉત્પન્ન થયેલી પીડાવ વ્યાકુળપણું એટલે તે રોગના પ્રતીકાર કરવા માટે ઔષધાદિક કરવામાં અત્યંત આતુરતાએ કરીને વિજ્ઞળપણું પામેલા પુરૂષનું જે ચિંતવન તે રોગાતે નામનું બીજું આર્તધ્યાન કહેવાય છે. ઇષ્ટ એટલે પાતાને અનુકૂળ એવા શબ્દાદિક વિષયાના સંપ્રયોગ એટલે રાગની આતુરતાએ કરીને અપ્રાપ્ત પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રૌઢ ઉદ્યમમાં તત્પર થવું તે તથા અવિયોગ એટલે પ્રાપ્ત થયેલા શુભ વિષયોના વિરહ ન થવાનું ચિંતવવું તે, આપ્રમાણે ઇષ્ટના સંપ્રયોગ અને અવિયોગને નિમિત્તે એકાગ્ર મનપણે ચિંતવન કરવું તે ઇનાશાતે નામનું ત્રીજું આર્તધ્યાન કહેવાય છે. તથા નિદાનનું ચિંતવવું એટલે તપ અને સંયમ વિગેરેના ફળે કરીને જે દેવેંદ્રાદિકના સ્થાનની પ્રાર્થના કરવી-ઇચ્છા કરવી તે નિદાનાતે નામનું ચેાથું આર્તધ્યાન કહેવાય છે. આ રીતે ચાર પ્રકારનું આર્તધ્યાન અતિ દુષ્ટ છે. માટે તે વવા લાયક છે, એવા ઉપદેશ છે. ૮૭–૨૮.
આર્તધ્યાન ધ્યાનારને કુઈ લેવા હોય છે? તે મતાવે છે.—
Aho! Shrutgyanam