________________
પ્રબંધ.]
થાનાધિકાર હવે એક આલંબનાળા ધ્યાનનું મળપ્રમાણ કહે છે – मुहूर्तान्तर्भवेख्यानमेकार्थे मनसः स्थितिः। . बह्वर्थसंक्रमे दीर्घाप्यच्छिन्ना ध्यानसंततिः ॥ ८५॥ .
મૂલાઈ–મનની એક આલંબનને વિષે અંતર્મુહુર્ત સુધી જે સ્થિતિ, તે ધ્યાને કહેવાય છે, અને ઘણું આલંબનના સંક્રમને વિષે લાંબી અને અવિચ્છિન્ન એવી જે સ્થિતિ તે ધ્યાનશ્રેણી કહેવાય છે. ૮૫.
ટીકા–ચિત્તની એક-અદ્વિતીય આલંબનને વિષે અંતર્મુહૂર્ત સુધીની જે સ્થિતિ થાય છે, તે ધ્યાન કહેવાય છે. પરંતુ મુહુર્ત ઉપરાંતની સ્થિતિને ધ્યાન કહેવાતું નથી. કેમકે એક આલંબનના ઉપગની સ્થિતિ અંતર્મુહૂર્તથી વધારે વખત રહી શકતી જ નથી. ત્યારે અંતર્મુહુર્તથી ઉપરાંત જે ધ્યાનની સ્થિતિ હોય તે શું કહેવાય? તે કહે છે-ઘણું આલેબનની સંમને વિષે એટલે પરિપાટીએ કરીને ધ્યાન સંબંધી ઉપગના પ્રવેશને વિષે દીર્ઘ એટલે અનેક મુહુર્તની સ્થિતિવાળી અને અવિચ્છિન્ન એટલે નિરંતર અન્ય અન્ય સ્થાનના રૂપવાળી જે સ્થિતિ તે ધ્યાનસંતતિ એટલે ધ્યાનની પરંપરારૂપ શ્રેણું કહેવાય છે. ૮૫, હવે ધ્યાનના પ્રકારે કહે છે–
आर्त रौद्रं च धर्म्य च शुक्लं चेति चतुर्विधम् । तत्स्या दाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥८६॥ મૂલાઈ–આત, રૌદ્ર, ધર્મે, અને શુક્લ એ ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છે. તેને વિષે બબે ભેદ અનુક્રમે ભવ અને મેક્ષના કારણરૂપ છે. ૮૬. .
ટીકાર્ય–આર્ત અને રૌદ્ર એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે, અને ધર્મ એટલે ધર્મમય અથવા ધર્મ સંબંધી ધ્યાન તથા શુકલ એટલે અત્યંત ઉજજ્વલ–શુદ્ધ ધ્યાન–એ રીતે ધ્યાન ચાર પ્રકારનું છે. લેકમાં ૪ શબ્દ ફરીથી લખે છે એટલે તે પ્રત્યેક સ્થાન પણ ચાર ચાર પ્રકારનાં છે એમ જાણવું. આ ચાર પ્રકારના ધ્યાનને વિષે બે ધ્યાન અનુક્રમે સંસાર અને મોક્ષના કારણ છે. તેમાં પ્રથમના બે ધ્યાન સંસારના કારણે છે અને છેલ્લા બે ધ્યાન મોક્ષના કારણ છે. ૮૬.
જે પ્રમાણે ઉદ્દેશ કર્યા હોય તે જ પ્રમાણે નિર્દેશ કરો.” એ ન્યાયને અનુસરીને પ્રથમ આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવે છે –
Aho ! Shrutgyanam