SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર. (પંચમમૂલાર્થ કર્મયોગને અભ્યાસ કરીને, રાગમાં સાવધાન થઈને, અને પછી ધ્યાનયોગપર આરૂઢ થઈને મુક્તિ પ્રત્યે પામે છે. ૮૩ ટીકાર્થ કર્મચાગને એટલે તપ સંયમ વિગેરે ક્રિયારૂપ ઉપાયને અભ્યાસ કરીને એટલે સારી રીતે આગમમાં કહ્યા પ્રમાણે વારંવાર તેનું આવર્તન કરીને, જ્ઞાનયોગને વિષે એટલે જ્ઞાનરૂપી ઉપાયને વિષે સાવધાન થઈને–આત્માને સારી રીતે ચોંટાડીને અને ત્યારપછી ધ્યાનરૂપ યોગ ઉપર એટલે મેક્ષના ઉપાયપર આરૂઢ થઈને એટલે ધર્મસ્થાનાદિકકરવામાં અતિ નિપુણ થઈને, (આમ કહેવાથી ગની પ્રાપ્તિનો અનુકમ તથા આગળ હમણું જ કહેવાશે એવા ધ્યાનના અધિકારનો ઉપક્રમ દેખાડ્યો છે) પછી મુક્તિયોગને મેળવે છે. એટલે કેગના નિધવડે સેલેશી અવસ્થામાં જઈને છેલ્લા અસગગને પામે છે. ૮૩. છે રતિ ચારિક છે પણ દયાનિધિ છે. હવે સ્થાનને અધિકાર કહે છે. તેમાં પ્રથમ સ્થાનનું સ્વરૂપ કહે છે – स्थिरमध्यवसानं यत्तद्ध्यानं चित्तमस्थिरम् । भावना बाप्यनुप्रेक्षा चिन्ता वा तत्रिधा मतम् ॥ ८४॥ મૂલાઈ–જે સ્થિર ચિત્ત છે, તેને ધ્યાને સમજવું. અને જે અરિથર ચિત્ત છે, તેને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા ચિંતા સમજવી. આ પ્રમાણે અસ્થિર ચિત્તના ત્રણ પ્રકાર કહ્યા છે. ૮૪. ટીકાઈ–જે બુદ્ધિવિશેષના વિષયમાં રહેલું સ્થિર-નિશ્ચળ કંપરહિત એક આલંબનરૂપ અવસાન એટલે અત્યંત નિશ્ચિત દયેય સ્વ. રૂપમાં રહેલું જ્ઞાનાદિરૂપ જીવને પરિણામ છે તેને-તે અધ્યવસાનરૂપ ચિત્તને દયાન કહેલું છે. અને જે અસ્થિર અનેક આલંબનવાળું ચપળ ચિત્ત છે, તે ભાવના એટલે જ્ઞાન-ભાવનાદિરૂપ ભાવનાનો પ્રકાર જાણો, પણ તેને ધ્યાન જાણવું નહીં. અહીં ર અને પ શબ્દને અથે અથવા જે છે. તેથી અથવા તે તે અસ્થિર ચિત્તને અનુપ્રેક્ષા એટલે અનિત્યાદિકના વિચારરૂપ ધ્યાનથી ઉત્તર કાળમાં થનારી ભાવના જાણવી. અથવા ચિંતા એટલે શરીર, ધન અને વિષયાદિકમાં આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને અનુસરતે વિચાર જાણવો. આ પ્રારે તે અસ્થિર ચિત્તને સર્વ ત્રણ પ્રકારનું કહેવું છે. ૮૪. ' Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy