________________
( ૧૩ )
ભાવિકરૂપમાં જ રહ્યા છતા ખેલે છે, તે પણ તેમનું વચન શ્રોતાના ચિત્તમાં પરમાનંદ રસને ઉત્પન્ન કરે છે. ૧૯.
અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવેશ કરવાથી ગુરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે. તે બતાવે છે.~~~
अध्यात्मशास्त्रहेमाद्रिमथितादागमोदधेः ।
भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥ २० ॥ ભૂલાથે—અધ્યાત્મશાસ્રરૂપી હેમાદ્રિપર્વતવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી શું પડિતાએ ઘણાં ગુણરત્નોને પ્રાપ્ત નથી કર્યા? અર્થાત્ પ્રાપ્ત કર્યો છે જ. ૨૦.
ટીકાર્થ-અધ્યાત્મશાસ્રરૂપી હેમાદ્રિ એટલે મેરૂપર્વતવડે મથન કરેલા—લાવેલા સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી સમ્યગ્દર્શનાદિક અથવા નિ:સ્પૃહત્વાદિક ઘણાં ગુણરત્નોને ( ગુણુજાતિને વિષે સમ્યગ્દર્શનાદિકનું પ્રધાનપણું હેાવાથી રત જેવાં રત્નોને ) માટા પંડિત પુરૂષોએ શું નથી પ્રાપ્ત કર્યાં ? પ્રાપ્ત કર્યો છે જ. ૨૦.
અધ્યાત્મશાસ્ત્રના રસ અવધિ રહિત છે તે બતાવે છે. रसो भोगावधिः कामे सद्भक्ष्ये भोजनावधिः । अध्यात्मशास्त्र सेवायामसौ निरवधिः पुनः ॥ २१ ॥ મૂલાથે—મૈથુનને વિષે ભાગના અવિધ સુધી રસ રહેલા છે, તથા ઉત્તમ ભોજનને વિષે ભેાજન કર્યાં સુધી રસ રહેલા છે; પરંતુ અધ્યાત્મશાસ્ત્રની સેવામાં જે રસ છે તે રસ તે અવધિ વિનાના છે. ૨૧.
ટીકાથે—કામને વિષે—મૈથુન સેવાને વિષે રસ-સુખ, પ્રીતિ વિગેરેવડે મનના આનંદ તે ભેગાવધિ એટલે મૈથુનસેવા કરે ત્યાંસુધી જ હાય છે. તથા માદક, પાયસ વિગેરે ઉત્તમ મિાન્નને વિષે જમવાપર્યંત ( જમે તેટલીવાર જ ) રસ રહે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રનું સેવન એટલે. ભણવું, વિચારવું, અને પુનઃપુન: સ્મરણ કરવું એથી ઉત્પન્ન થયેલા સહજાનંદરૂપી રસ તા અવધિ વિનાના એટલે કાળના નિયમ ( અવધિ ) રહિત રહે છે. અર્થાત્ મિથ્યાત્વાદિકનો ક્ષય કરીને કેવળજ્ઞાન આપનાર હેાવાથી સાદિ અનંત ભાંગે હાય છે. ૨૧. અધ્યાત્મશાસ્ત્રના દષ્ટિશોધત્વ ગુણુને કહે છે.—— कुतर्कग्रन्थ सर्वस्व गर्वज्वरविकारिणी ।
एति दृग् निर्मलीभावमध्यात्मग्रन्थभेषजात् ॥ २२ ॥ મૂલાથે—કુતર્કગ્રન્થના સર્વસ્વે કરીને ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જવ
Aho! Shrutgyanam