________________
( ૧૪ )
રથી વિકારવાળી થયેલી દષ્ટિ અધ્યાત્મગ્રન્થરૂપી ઔષધથી નિમૅળપણાને પામે છે–શુદ્ધ થાય છે. ૨૨.
ટીકાથે-કુત્સિત એટલે દોષપણાએ કરીને દુષ્ટ એવા ત એટલે શ્રુત, ન્યાય અથવા વિચાર જેને વિષે છે એવા ગ્રન્થાનું સર્વસ્વ એટલે સર્વ અર્થના અભ્યાસથી ઉત્પન્ન થયેલા બધની પ્રાપ્તિરૂપ ધન, તેણે કરીને ઉત્પન્ન થયેલા ગવૅ ( વિદ્યામદ )રૂપી જ્વર, ( દૃષ્ટિને ( સંતાપ કરનાર રોગ )વડૅ કરીને વિકારવાળી એટલે ઘેઘૂર થયેલી દૃષ્ટિ અધ્યાત્મશાસ્ત્રમાં કહેલા ભાવરૂપી અંજન આંજવાથી ( તેના અભ્યાસ કરવાથી ) નિમૅળપણાને—નિર્વિકારપણાને પામે છે, કેમકે તે શાસ્ત્ર મદના નાશ કરનાર છે. ૨૨.
અધ્યાત્મના બાધ વિના શાસ્ત્રજ્ઞાન પણ સંસારને વધારનાર છે, તે બતાવે છે.—
धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये ।
तथा पांडित्यप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥ २३ ॥ મૂલાથે—જેમ ધનિકોને પુત્ર, સ્ત્રી વિગેરે સંસારની વૃદ્ધિ માટે છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ઠ થયેલાને પણ અધ્યાત્મ રહિત એવું શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે જ છે. ૨૩.
ટીકાર્ય—ધનવાનનેગૃહીને જેમ મમત્વાદિકે કરીને પુત્ર અને શ્રી વિગેરે તથા આદિ શબ્દે કરીને ધન અને ચતુષ્પદાદિક પરિગ્રહ જન્મમરણાદિક આપવાવડે કરીને ચાર ગતિમાં પરિભ્રમણ કરવારૂપ સંસારની વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઇથી ર્વિષ્ઠ થયેલાને અધ્યાત્મશાસ્ત્રના બાધથી રહિત એવાં ઘણાં શાસ્ત્રોનું અધ્યયન પણ સંસારની વૃદ્ધિ માટે જ થાય છે. ૨૩.
હવે ( અધ્યાત્મશાસ્ત્રના માહાત્મ્યના ) ઉપસંહાર કરે છે. अध्येतव्यं तदध्यात्मशास्त्रं भाव्यं पुनः पुनः । अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥ २४ ॥ ભૂલાથે—તે કારણ માટે ( મુમુક્ષુએ ) અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કરવા, વારંવાર તે સંબંધી વિચાર કરવા, તેમાં કહેલા અર્થોનું અનુષ્ઠાન કરવું, અને કાઈ પણ યોગ્ય પ્રાણીને તેના અર્થ આપવા-શીખવવા. ૨૪.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુને લઈને-જાણીને અધ્યાત્મશાસ્રને મુમુક્ષુએ અભ્યાસ કરવેા, તેમાં કહેલા ભાવાના વારં
Aho! Shrutgyanam