________________
પ્રબંધ.]
અસગ્રહને ત્યાગ. તે, જ્ઞાનવાન-નાની, વેદમય–સમગ્ર શાસ્ત્રના જ્ઞાનમય, ધર્મમય-ક્ષાંતિ વિગેરે આત્માના ધર્મમય અને બ્રહ્મમય-આત્મસ્વરૂપમય હોય છે. ૩૮.
આવા પ્રકારના શી રીતે થાય? તે શંકાપર કહે છે
वैषम्यबीजमज्ञानं निघ्नन्ति ज्ञानयोगिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥ ३९ ॥
મલાર્થ-જ્ઞાનયોગીઓ વિષમતાના બીજ રૂપ અજ્ઞાનને હણે છે. તે ગીઓ વિષયોને જાણીને સમગ્ર લેકને તત્વથી જાણે છે. ૩૮.
કાર્થ-જ્ઞાનગીઓ એટલે આત્માને વિષે પ્રીતિવાળા મુનિઓ વિષમતાના બીજરૂપ એટલે ઈષ્ટ અનિષ્ટ ભેદને ગ્રહણ કરવારૂપ વિષમ પણાના બીજની જેવું બીજ એટલે ઉત્પત્તિ કારણરૂપ અજ્ઞાનને એટલે વિપરીત બોધને અત્યંત હણે છે–નાશ કરે છે. તે જ્ઞાનયોગીઓ શબ્દાદિક વિષયને યથાર્થરૂપે જાણુને લેકને એટલે સમગ્ર ચરાચર વસ્તુ સ્વરૂપને તત્વથકી એટલે પ્રિયપણું અને અપ્રિયપણું એવા સ્વભાવથી રહિત પરમાર્થ રૂપે જાણે છે. તેથી તેઓ તેવા પ્રકારના થાય છે. ૩૯.
इतश्चापूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः । ज्योतिष्मन्तो भवन्त्येते ज्ञाननिषूतकल्मषाः ॥४०॥ મૂલાર્થ–ત્યારપછી અપૂર્વવિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે ગીએ જ્ઞાનવડે પાપને નાશ કરીને તિવાળા (કેવળજ્ઞાનવાળા) થાય છે. ૪૦.
ટીકાઈ–ત્યારપછી એટલે તત્વથી લેકસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અપૂર્વ વિજ્ઞાનથી એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા વિશિષ્ટ જ્ઞાનથી-અનુભવરૂપ અત્યંતર ક્રિયાથી ચિતરૂપ-જ્ઞાનરૂપ આનંદને વિષે ક્રીડા-રમણ કરનારા તે જ્ઞાનયોગીઓ જ્ઞાનવડે એટલે શુદ્ધ શુદ્ધતર
ધવડે પાપને નાશ કરીને કર્મરૂપી રનરહિત કેવળજ્ઞાન રૂપ તિવાળા થાય છે અર્થાત્ આત્મસ્વરૂપના ભોગી થાય છે. ૪૦.
એનું જ વિશેષ વ્યંજન દેખાડે છે.– तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः। भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ॥४१॥
મૂલાર્થ—જે તેજલેશ્યાની વૃદ્ધિ પર્યાયના ક્રમની વૃદ્ધિથી ભાગવતી વિગેરે સૂત્રોને વિષે કહેલી છે, તે આવા પ્રકારના યોગીને જ ઘટે છેચુત છે. ૪૧.
Aho ! Shrutgyanam