________________
૨૭૬ અધ્યાત્મસાર ભાષાંતર
[ પંચમશંકા–કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું સાવધ કર્મ કર્યા છતાં પણ સંકલ્પ ન દેવા માત્રથી જ નિષેધ કેમ થઈ શકે? તે શંકાને દૂર કરવા કહે છે.
कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिभावो न हीयते। तत्र संकल्पजो बन्धो गीयते यत्परैरपि ॥ ३२॥
મૂલાર્થ-જ્ઞાનીને કર્મનું આચરણ કરવાથી પણ મુક્તિને ભાવ હીન થતું નથી. કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે.. તે વિષે બીજાએ પણ કહ્યું છે. ૩૨.
ટીકાર્થ-જ્ઞાનવાળા પુરૂષને શુભાશુભ કર્મનું આચરણ કર્યા છતાં પણ મુક્તિનો ભાવ એટલે મોક્ષને અભિલાષ હીન થતો નથી-નાશ પામતું નથી. કારણ કે તે ક્ષિાની પ્રવૃત્તિમાં સંક૯પથી ઉત્પન્ન થયેલ એટલે હિંસાદિકના અવસાયથી ઉત્પન્ન થનાર કર્મ બંધ હેત નથી. તેથી શુભ પરિણામવાળાને અશુભ બંધ થતા નથી. તે વિષે અન્યદર્શનીઓ પણ નીચે પ્રમાણે કહે છે. ૩૨,
જે કહે છે, તે જ જણાવે છે. कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ ३३ ॥
મૂલાર્થ–જે માણસ કર્મને વિષે અકમને જુએ, તથા જે અકર્મને વિષે કર્મને જુએ, તે માણસ મનુષ્યમાં બુદ્ધિમાન છે, અને તે જ સર્વ કર્મ કરનારે છે, એ યુક્ત છે. ૩૩.
ટીકર્થ–જે વિદ્વાન કર્મને વિષે એટલે ક્રિયાની પ્રવૃત્તિને વિષે અકર્મને જુએ એટલે જીવ અક્ષિપણુની પ્રાપ્તિનું કારણ છે તેથી તેને કિયારહિત જુએ અથવા અશુભ સંકલ્પને અભાવ હોવાથી અશુભ કર્મના નિમિત્તવાળા બંધથી રહિતપણું જુએ, તથા જે પુરૂષ અકર્મને વિષે એટલે શુભ ક્ષિા વર્જિતને વિષે કર્મને એટલે સંકલ્પથી ઉત્પન્ન થયેલા બંધને જુએ, તે પુરૂષ મનુષ્યમાં બુદ્ધિમાન છે, અને તે જ યુક્ત એટલે ગવાળે છે-સંપૂર્ણ ક્રિયા કરનારે છે. ૩૩. - હવે પાંચ કે કરીને કર્મમાર્ગ અને નિષ્કર્મ માર્ગની વિચિત્રતા દેખાડે છે – ___ कर्मण्यकर्म वाकर्म कर्मण्यस्मिन्नुभे अपि ।
नोभे वा भंगवैचित्र्यादकर्मण्यपि नो मते ॥ ३४ ॥
Aho ! Shrutgyanam