________________
પ્રબંધ.] આ સંગ્રહનો ત્યાગ.
ર૭૫ પથી જ એટલે ક્રિયાને આકાર જેવાથી જ તે સાવદ્ય-પાપસહિત હેવાથી અન્ય હિંસાની જેમ બ્રહ્મજ્ઞાન અને મનશુદ્ધિનું કારણ તે થતી નથી. ર૮. કહેલા અર્થને વિષે જ સમુચ્ચયાર્થ કહે છે –
नो चेदित्थं भवेच्छुद्धिं!हिंसादेरपि स्फुटा। श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥ ३०॥
મૂલાઈ—જે એમ ન હોય તે હિંસાદિકથકી પણ પ્રગટ રીતે મનશુદ્ધિ થશે. અથવા વેદમાં કહેલા યેનયાગથકી પણ મનશુદ્ધિ થશે. કારણ કે તે બન્નેમાં કાંઈ વિશેષ દેખાતું નથી. ૩૦.
ટીકાઈ– એમ ન હોય તે એટલે અમે કહેલું તમને યુક્તિયુક્ત ભાસતું ન હોય અને આ પ્રમાણે એટલે યાગાદિક સાવધ કર્મવડે વેદમાં કહેલી શુદ્ધિ માનતા હો તે ગાય વિગેરેની હિંસાથકી પણ પ્રગટ રીતે ચિત્તશુદ્ધિ થવી જોઈએ. અથવા વેદમાં કહેલા એટલે વેદમાં જેનો નિષેધ કર્યો નથી એવા નયાગથી પણ શુદ્ધિ થવી જોઈએ, અને તે તે તમારે અપ્રમાણ છે. કારણ કે ગાયને વધ નિંદ્ય છે અને યેનયાગ અભિચાર એટલે મારણ, મોહન વિગેરેના વિષયવાળો છે. માટે આનાથી પણ શુદ્ધિ થવી જોઈએ. કેમકે વેદવિહિત હિંસામાં તથા અન્ય હિંસામાં કાંઈ પણ વિશેષ એટલે પાપનું મૂનાધિકપણું દેખાતું નથી. ૩૦. - સાવ જર્મ નો તારે શુદ્ધિવિઢવાતા
कर्मोदयागते त्वस्मिन्नसंकल्पादबन्धनम् ॥ ३१॥
મૂલાઈ–તેથી કરીને બુદ્ધિને વિપયર થાય છે માટે સાવધ કર્મ ગ્રહણ કરવા લાયક નથી. કદાચ કર્મના ઉદયથી આવું સાવધ કર્મ પ્રાપ્ત થયું હોય તે તેમાં સંકલ્પ ન હોવાને લીધે તે પાપબંધક નથી. ૩૧.
ટીકાર્ય–તેથી કરીને પૂર્વે કહેલા કારણે કરીને બુદ્ધિને વિપર્યાસ થાય છે માટે સાવદ્ય-પાપસહિત કર્મ પંડિત પુરૂષે ગ્રહણ કરવા લાયક નથી. કદાચ આ સાવઘ યોગ (કર્મ) કર્મના-જ્ઞાનાવરણીયાદિકના ઉદયને લીધે અનુપગ, રેગ, પરાભવ વિગેરેવડે પ્રાપ્ત થયો હોય તે તેમાં સંકલ્પ ન હોવાને લીધે એટલે હિંસા કરવાના પરિણામ ન હોવાથી અશુભ કર્મને બંધ થતું નથી. આ પ્રમાણે અંગીકાર કરવું એગ્ય છે. પણ હણવાની બુદ્ધિથી કરેલું કર્મ અબંધક છે, એમ તે કહી શકાય જ નહીં. ૩૧,
Aho! Shrutgyanam