________________
પ્રબંધ.] સમકિત અધિકાર..
૨૫૦ • असद्भहस्थेन समं समन्तात्सौहार्दभृगुःखमवैति ताहक् । - उपैति यादृकदली कुवृक्षस्फुटत्रुटरकंटककोटिकीर्णा ॥१६॥
મૂલાર્થ-દુષ્ટ વૃક્ષના ફુટતા અને તુટતા કરોડે કાંટાએ કરીને વ્યાપ્ત થયેલી કદલી (કેળ) જેવું દુઃખ પામે છે, તેવું દુઃખ કદાગ્રહમાં રહેલા પુરૂષની સાથે મૈત્રી કરનાર માણસ પણ પામે છે. ૧૬૬. ' ટીકાર્થ—અલ્ઝહમાં રહેલા પુરૂષની સાથે મિત્રભાવને ધારણ કરનાર મનુષ્ય સર્વત્ર તેવા પ્રકારનું-કહી ન શકાય તેવું દુઃખ પામે છે. કે જેવું દુઃખ બાવળ, બેરડી વિગેરે કાંટાવાળાં કુત્સિત વૃક્ષેના કરે કાંટા કે જેઓ પવનથી કેળ સાથે અથડાઈને કેળનાં પાંદડાને ફાડી નાંખે છે, તથા તેના તુટેલા કાંટા કેળના થડમાં, શાખામાં અને પાંદડાં વિગેરેમાં ભરાઈ જાય છે, એવા તે કરે કાંટાવડે અથવા તેમના અગ્રભાગવડે વ્યાપ્ત થયેલી કદલી-કેળ પામે છે. તેવું દુઃખ કદાગ્રહીને મિત્ર પણ પામે છે. ૧૬૬.
કદાગ્રહ એ ગુણરૂપી વનમાં અગ્નિ સમાન છે. તે કહે છે – विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवालभ्यमुदारता च । असद्हाद्यान्ति विनाशमेते गुणास्तृणानीव कणादवाग्नेः ॥१६॥
મૂલાઈ–અસગ્રહથકી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્ત પરની પ્રીતિ અને ઉદારતા એ સર્વે ગુણે દાવાનળના તણખાથી તૃણની જેમ નાશ પામે છે. ૧૬૭.
ટીકર્ધ–વિદ્યા એટલે આગમાદિકને અભ્યાસ, વિવેક એટલે કૃત્યાકૃત્ય વિગેરેને વિચાર, વિનય એટલે નમ્રતા, વિશુદ્ધિ એટલે આહરાદિકની શુદ્ધિ, સિદ્ધાંતનું વલ્લભપણું એટલે આગમ ઉપર પ્રતિભાવ તથા ઉદારતા એટલે સુંદર સ્વભાવ અથવા દાતારપણું એ સર્વે આત્માના હિતકર ગુણે અસગ્રહથકી, દાવાનળના તણખાથી તૃણની જેમ નાશપ્રલય પામે છે. ૧૬૭.
કદાગ્રહીની સ્થિતિ અધમ હોય છે, તે કહે છે– स्वार्थः प्रियो नो गुणवांस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु । असदहापादितविश्रमाणां स्थितिः किलासावधमाधमानाम् १६८
મૂલાર્થ–કદાગ્રહીને પિતાને સ્વાર્થ જ પ્રિય લાગે છે, પણ કેઈ ગુણવાને પ્રિય લાગતો નથી. તે મૂર્ણ પુરૂષેની મૈત્રી કરે છે, પણ તત્વજ્ઞાનીની મૈત્રી કરતો નથી. કદાગ્રહે જેમને વિશ્રાંતિ આપી છે એવા અધમમાં પણ અધમ પુરૂષની આવી જ સ્થિતિ હોય છે. ૧૬૮.
Aho ! Shrutgyanam