________________
૨૫૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાર્થ –કદાગ્રહી પુરૂષ કદાચિત પણ ગુરૂ સમીપે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, તથા તેની આજ્ઞા માનતું નથી, અને ચાલણની જેમ અસારને જ ગ્રહણ કરનારે તે પૃથ્વી પર પોતાને જ વિવેચક માને છે. ૧૬૪. - ટીકર્થ-દુરાગ્રહને ધારણ કરનાર પુરૂષ કેઈ પણ વખત સંદગુરૂની સમીપે અથવા તેમના મુખે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, એટલે અભિમાનને લીધે સિદ્ધાન્તના વાકને કર્ણગોચર કરતો નથી તથા તે ગુરૂની આજ્ઞાને એટલે વચનના નિર્દેશને માનતા પણ નથી અને પિતાના સાનનું વિવેચકપણું માને છે એટલે “મારું જ્ઞાન વસ્તુસ્વરૂપને યથાસ્થાને નિયોગ કરનારું છે.” એમ માને છે. તથા અસારને ગ્રહણ કરે છે એટલે અન્યાય અને કુમાર્ગની પ્રવૃત્તિરૂ૫ રેતરાં જેવા અસારને જ ગ્રહણ કરે છે. જેમ લેટ ચાળવાની ચાળણું પિષ્ટને (લેટને) નીચે નાંખે છે, અને ફેફાં વિગેરે અસાર પદાર્થને ધારણ કરે છે, તે જ પ્રમાણે આ કદાગ્રહીને પણ અસારગ્રાહી જાણ. ૧૬૪.
આ કદાગ્રહીને વિષે રહેલા સર્વે ગુણે વિપસને જ પામે છે, તે કહે છે –
दंभाय चातुर्यमघाय शास्त्रं प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्भहस्थे विपरीतसृष्टिः ॥१६॥
મૂલાઈ–અહ! કદાગ્રહને વિષે રહેલા પુરૂષમાં ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે. શાસ્ત્ર પાપને માટે થાય છે, બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે અને ધીરપણું ગર્વને માટે થાય છે. ૧૬૫.
ટીકાર્થ-અહો! મહા આશ્ચર્યની વાત છે કે કદાગ્રહને વિષે નિવાસ કરનારા (કદાગ્રહી) પુરૂષમાં રહેલું ચાતુર્ય-ચતુરાઈ દંભને માટે એટલે પિતાના દોષને આચ્છાદન કરવા માટે થાય છે, તથા શાસ્ત્ર એટલે ગ્રન્થને અભ્યાસ પાપને માટે એટલે કુમાર્ગાદિક પાપપ્રવૃત્તિને માટે થાય છે, તથા બુદ્ધિનું-પ્રત્યુત્પન્નમતિનું નિપુણપણું મનુષ્યના વંચનને માટે થાય છે, તથા ધીરપણું ગર્વને માટે અભિમાનને માટે થાય છે. આ પ્રમાણે ઉપર કહેલા ગુણોની કદાગ્રહીને વિષે વિપરીત સૃષ્ટિ–પ્રતિકૂળ ઉત્પત્તિ જ છે. ૧૬૫.
કદાગ્રહી સાથે મૈત્રી કરવી નહીં, અને કરી હોય તે તે દુઃખને માટે જ થાય છે, તે કહે છે –
Aho ! Shrutgyanam