________________
પ્રબંધ, ]
સમકિત અધિકાર.
૨૫૭
નાશ થાય છે, અને તે વ્રતના આધારને એટલે તેના અભ્યાસ કરનાર કદાગ્રહીના પણ દુર્ગતિની વૃદ્ધિ, જન્મ, મરણ વિગેરે વડે વિનાશ થાય છે. માટે તેને શ્રુત ન આપવું, એ જ તેનાપર કરૂણાનું–દયાનું ફળ છે. ૧૬૧.
અસગ્રહી પુરૂષ હતાપદેશને યોગ્ય નથી, તે કહે છે. असग्रस्तमतेः प्रदत्ते हितोपदेशं खलु यो विमूढः । शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ॥ १६२ ॥
મૂલાથે—જે પુરૂષ કદાગ્રહવડે જેની મતિ ગ્રસ્ત થઈ હોય એવા પુરૂષને હિતના ઉપદેશ આપે, તે મૂઢ પુરૂષ મહા ઉપકારની બુદ્ધિથી કૂતરીના શરીરપર કસ્તુરીના લેપ કરે છે, એમ જાણવું. ૧૬૨.
ટીકાર્ય—જે કોઈ પાત્ર અપાત્રના વિચાર કરવામાં અનિપુણ પુરૂષ દુરાગ્રહવડે જેની બુદ્ધિ ગ્રસ્ત-ભક્ષિત (લુપ્ત) થઈ હોય એવા મનુષ્યની પાસે સર્વને હિતકારક તથા વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરનાર ધર્મોપદેશની પ્રરૂપણા કરે છે, તે ખરેખર વિમૂઢ-વિશેષ અજ્ઞાની પુરૂષ કૂતરીના શરીરપર મહા ઉપકાર કરવાની બુદ્ધિથી દુર્ગંધની નિવૃત્તિમાટે” કસ્તુરીના લેપ કરે છે, અર્થાત્ મૂર્ખાઇવાળું કાર્ય કરે છે એમ જાવું. ૧૯૨.
પૂર્વોક્ત અર્થના સમુચ્ચય કહે છે.
कष्टेन लब्धं विशदागमार्थ ददाति योऽसद्ग्रहदूषिताय । .स खिद्यते यत्त्रशतोपनीतं बीजं वपन्नूषरभूमिदेशे ॥ १६३ ॥
મલાથે—જે માણસ મહાકષ્ટથી મેળવેલો નિર્મળ આગમના અર્થ દાગ્રહથી દૂષિત થયેલા મનુષ્યને આપે છે, તે માણસ સેંકડો પ્રયત્નોથી પ્રાપ્ત કરેલા બીજને ઉખર ભૂમિમાં વાવીને પછીથી ખેદ પામે છે. ૧૬૩.
ટીકાથે—જે અદીર્ધ દૃષ્ટિવાળા પુરૂષ કષ્ટથી એટલે ભણવું, ચિંતન કરવું, આવૃત્તિ કરવી, ગુરૂની સેવા કરવી, એ વિગેરે મહા પરિશ્રમથી પ્રાપ્ત કરેલા નિર્મૂળ સિદ્ધાન્તના અર્થ એટલે પરમાર્થભાવ કદાગ્રહથી દૂષિત થયેલાને આપે છે, તે પુરૂષ સેંકડો ઉદ્યમથી પ્રાપ્ત થયેલા શાલી વિગેરેના બીજને ઉખર ભૂમિપ્રદેશમાં એટલે ખારભૂમિના પ્રદેશમાં વાવીને પછી ખેદ પામે છે એટલે ફળ ન મળવાથી પશ્ચાત્તાપને પામે છે. ૧૬૩. આ કદાગ્રહી પુરૂષ અસારને જ ગ્રાહી છે, તે કહે છે.— शृणोति शास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासङ्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते त्वसारग्राही भुवि स्वस्य च चालनीवत् ॥ १६४॥
Aho! Shrutgyanam
૩૩