________________
૨૬૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થટીકર્થ–પિતાને સ્વાર્થ જ પ્રિય, પણ પિતાથી વ્યતિરિક્ત બીજે કઈ ગુણવાન છે જ નહીં, એવી તેની દૃષ્ટિ–માન્યતા હોય છે. તથા મૂર્ખને વિષે જ મૈત્રી-પ્રેમની ઉત્પત્તિ થાય છે, પણ તત્ત્વજ્ઞાનીને વિષે તેની પ્રીતિ ઉત્પન્ન થતી નથી. દુરાગ્રહે જેના ચિત્તની વિશ્રાંતિ કરી છે અથવા દુરાગ્રહે જેના ચિત્તને વિલારા-વ્યાહ કર્યો છે, એવા અધમને વિષે પણ અધમ પુરની આવા પ્રકારની જ સ્થિતિ-વર્તણુક હેાય છે. ૧૬૮.
હવે ઉપસંહાર કરે છે– इदं विदस्तत्त्वमुदारबुद्धिरसद्भहं यस्तृणवजहाति। जहाति नैनं कुलजेव योषिद्गुणानुरक्ता दयितं यशःश्रीः॥१६९॥
મૂલાઈ—આ પ્રમાણે તત્ત્વને જાણનાર ઉદાર બુદ્ધિવાળો જે પુરૂષ તૃણની જેમ અસદ્ગહને ત્યાગ કરે છે, તેને ગુણેને વિષે અનુરાગ વાળી યશલક્ષ્મ, પતિને કુળવાન સ્ત્રી ન, તજે તેમ કદાપિ ત્યાગ કરતી નથી. ૧૬૯.
ટીકાર્ય–જે મેક્ષની ઇચ્છાવાળો અને ઉદાર એટલે પરમાર્થની પરીક્ષા કરવામાં પ્રધાન બુદ્ધિવાળો મુનિ આ પૂર્વે કહેલા સમગ્ર તત્વને જાણુને દુરાગ્રહને તૃણની જેમ ત્યાગ કરે છે, તેને એટલે તે મુનિને અથવા પુરૂષને ગુણોને વિષે અનુરાગવાળી એટલે અનુકૂળપણુએ કરીને પ્રસન્ન થયેલી યશરૂપી એટલે મોક્ષ અથવા કીર્તિરૂપી લક્ષ્મી, પતિને કુળવાન સ્ત્રીની જેમ એટલે કુળવાન સ્ત્રી જેમ પતિને તજતી નથી તેમ તેવા પુરૂષને મેક્ષલક્ષ્મી તજ તી નથી. અર્થાત કદાગ્રહથી નિવૃત્તિ પામેલે મનુષ્ય અવશ્ય મોક્ષે જાય છે. આ લેકમાં ચા એવો શબ્દ લખ્યો છે, તેથી ગ્રંથકર્તાએ પિતાનું યશેવિજય એવું નામ સૂચિત કર્યું છે, એમ જાણવું. ૧૬૯
॥ इति असद्भहत्यागाधिकारः॥ છે રૂધ્યાભારે ચતુર્થ પ્રવાસે છે.
Aho ! Shrutgyanam