________________
-પ્રબંધ, ]
સમકિત અધિકાર.
૨૩૩
છે તથા તે જ મુદ્ધિ સર્વ જગતમાં વર્તનારા શુભાશુભ કર્મથી ઉત્પન્ન થતા સ્વર્ગ, નરક વિગેરેમાં રહેલા સુખ દુઃખ રૂપ ફળની ભોક્તા પણ છે, એમ તમે માના છે, તે કહેા કે તે બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય છે? તેમાં જો નિત્ય કહેશે તે મેક્ષ થશે નહીં. કેમકે ત મારા મતમાં તે બુદ્ધિના અભાવ જ માક્ષ છે એમ કહ્યું છે અને તેવું મોક્ષ થવાથી તે બુદ્ધિના ક્ષય થશે, અને તેથી કરીને નિત્યતાની હાનિ થશે અને જો કદાચ અનિત્ય કહેશે તે સંસાર એટલે જન્માદિક રૂપ ભવ નહીં થાય. કારણ કે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિક એટલે સાત્વિક ગુણુ રૂપ પુણ્ય, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવિરક્તિ અને અનૈશ્વર્ય વિગેરેના અયાગ-વિયેાગ છે. તમારા મતમાં ધર્માદિક સહિત બુદ્ધિની ઉત્પત્તિ છે. તે બુદ્ધિ અનિત્ય હેાવાથી પાતામાં રહેલા ધર્માદિક સહિત જ નાશ પામશે, તેથી તેને અભાવે સંસાર થશે નહીં. ૧૧૫. તે સાંભળીને નિત્યવાદી કહે છે કે આ દાષ નહીં આવે. કેમકે પ્રકૃતિ હોવાથી ધર્માદિકના વિયોગ નથી થતા. કારણ કે તેમનું મૂળ પ્રકૃતિ છે.” તે પર સિદ્ધાંતી કહે છે.—
प्रकृतावेव धर्मादिस्वीकारे बुद्धिरेव का ।
सुवचश्च घटादौ स्यादीदृग्धर्मान्वयस्तथा ॥ ११६ ॥ મૂલાથૅ—પ્રકૃતિને વિષે જ ધર્માદિકના સ્વીકાર કરશે તેા પછી બુદ્ધિ કોને કહેશો? વળી આવા પ્રકારના ધર્માદિકનેા સંબંધ ઘટાદિકને વિષે પણ સુખેથી કહેવા લાયક થશે. ૧૧૬.
ટીકાથે—હૈ પ્રિય મિત્ર! પ્રકૃતિનેવિષે જ-અન્યક્ત રૂપ માયાને વિષે જ પૂર્વે કહેલા ધર્માદિકના સ્વીકાર કરશે તે પછી તે ધર્માદિકથી બીજી બુદ્ધિ જ કઈ વસ્તુ કહેવી? કારણ કે તે બુદ્ધિના પ્રયાજનરૂપ ધર્માદિકની પ્રકૃતિથી જ સિદ્ધિ થાય છે. માટે બુદ્ધિ કાંઇપણ વસ્તુ કહેવાશે જ નહીં. વળી તેમ માનવાથી ઘટ, પટ વિગેરે જડ પદાર્થને વિષે પણ આવા પ્રકારના ધર્માદિકના સંબંધ એટલે આ ઘટ ધર્મવાળા છે.’ એવા સંબંધ સુખે કરીને કહેવા લાયક થવા જોઇએ. કેમકે જડપણાએ કરીને સમાનપણું હાવાથી ઘટાદિકને
'
અપ
રાધ છે ? ૧૧૬.
વળી આત્માને કર્તા તથા બેદક્તા નહીં માનવામાં બીજું દૂષણ બતાવે છે.-
कृतिभोगौ च बुद्धेश्चेद्वन्धो मोक्षश्च नात्मनः । ततश्चात्मानमुद्दिश्य कूटमेतद्यदुच्यते ॥ ११७ ॥
Aho! Shrutgyanam
૩૦