________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
મૂલાથેમળી જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હાય, તે આત્માને અંધ અને સાક્ષ ઘટશે નહીં. અને જો તેમ થશે તે પછી આત્માને ઉદ્દેશીને જે કપિલાદિકે કહ્યું છે, તે સર્વે વ્યર્થ થશે. ૧૧૭. ટીકાથે—જો પૂર્વે કહેલી બુદ્ધિને જ કરનારપણું-કર્તાપણું અને બેક્તાપણું માનવામાં આવશે, તેા આત્માને ચૈતન્યને બંધ—શુભાશુભ કર્મના આત્મા સાથે સંબંધ તથા મેાક્ષ—કરેલા કર્મથી મુક્તિ થવી એ બન્ને ઘટશે નહીં. અને તેથી કરીને આત્માને ઉદ્દેશીને જે આ આગળ કહેવામાં આવશે એવું કપિલાદિકનું વચન મિથ્યા થશે. ૧૧૭. તેઓએ જે કહ્યું છે, તે બતાવે છે.— पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
૨૩૪
जटी मुंडी शिखी वाऽपि मुच्यते भवबन्धनात् ॥ ११८ ॥ ભૂલાથે—પચીશ તત્ત્વને જાણનારા પ્રાણી કાઈ પણ આશ્રમને વિષે આસક્ત થયેલા જટાધારી, મુંડ કે શિખાવાળા હાય તા પણ ભવના બંધનથી મુક્ત થાય છે. ૧૧૮.
તે
ટીકાથે-પ્રકૃતિ વિગેરે પૂર્વે કહેલાં પચીશ તત્ત્વાને જાણનારા જટાધારી-પરસ્પર ચોંટી ગયેલા કેશવાળી શિખાને ધારણ કરનાર અથવા મુંડી-મસ્તક અને દાઢી મૂછ વિગેરેના કેશને શ્લોર કર્મવડે મુંડન કરાવનારા અથવા શિખી-મસ્તકપર ચોટલી રાખનારા અથવા તેથી બીજો કોઈ પણ વિશેષ પ્રકારના વેષને ધારણ કરનારો પેાતાને ઇચ્છિત એવા કાઈ પણ આશ્રમને વિષે આસક્ત થયેલા હશે, તા પણ તે ભવના બંધનથી સંસારની નિયંત્રણાથી મુક્ત થાય છે. આ પ્રમાણે કરેલા ઉપદેશ આત્માને અંધ માક્ષને અભાવ હાય તા મિથ્યા થાય છે. ૧૧૮.
.
અહીં એકાંત નિત્યવાદી કહે છે કે-“એમ નથી. કારણકે અંધ અને મોક્ષ પ્રકૃતિનેા આશ્રય કરીને થાયછે, તેના આત્માને વિષે ઉપચાર કરીએ છીએ તેથી આત્માને અંધ મેક્ષ ઘટે છે.” તે ઉપર સિદ્ધાંતી કહેછે.
एतस्य चोपचारत्वे मोक्षशास्त्रं वृथाऽखिलम् ।
अन्यस्य हि विमोक्षार्थं न कोऽप्यन्यः प्रवर्तते ॥ ११९ ॥ સૂલાથે--તે બંધ મોક્ષના જે આત્મામાં ઉપચાર કરશે, તે સમગ્ર મેક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા થશે. કારણ કે બીજાની મુક્તિ માટે બીજો કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ૧૧૯.
Aho! Shrutgyanam