________________
-
૨૩
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થतन्मात्रादिक्रमस्तस्मात्प्रपञ्चोत्पत्तिहेतवे। इत्थं बुद्धिर्जगत्की पुरुषो न विकारभाक् ॥ १०८ ॥
મૂલાર્થ–તે અહંકારથી તન્માત્રાદિકને અનુક્રમ જગતની ઉત્પત્તિને માટે છે. આ પ્રમાણે બુદ્ધિ જગતને કર્યા છે, પણ પુરૂષઆત્મા વિકારવાળે નથી. ૧૦૮.' , ' '
ટકાર્થ–તે પૂર્વે દેખાડેલા અહંકારથી તમાત્રાદિ એટલે શબ્દાદિક પાંચ તમાત્રાઓ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ મહાભૂતોનો અનુક્રમ જગતની-સંસારની ઉત્પત્તિને માટે છે. આ પ્રમાણે જગતને રચનારી બુદ્ધિ છે. પણ આત્મા નિર્વિકારી એટલે કર્તાપણું કાપણું વિગેરે વિકારને પામતે નથી. ૧૦૮.
पुरुषार्थोपरागौ द्वौ व्यापारावेश एव च । अत्रांशो वेद्यहं वस्तु करोमीति च धीस्ततः॥ १०९॥
મલાઈ–આ સર્વ વ્યાપારના આવેશમાં આરંભ કરવામાં પુરૂષાર્થ એને ઉપરાગ એ બે કર્તા છે. તેથી કરીને અંશ-જીવાત્મા “હું પદાર્થને જાણું છું અને તેથી તેને કરું છું.” એવી તેને બુદ્ધિ થાય છે. ૧૦૯.
ટીકાળું—આ સર્વ વ્યાપારના આવેશમાં એટલે ઉત્પાદ વિગેરે ક્રિયાના સમારંભને વિષે નિશ્રે પુરૂષાર્થ-આત્માનું પ્રયોજન અને ઉપરાગછાયા અથવા પ્રતિબિંબ એ બે જ કર્તા છે. તેથી પુરૂષને અંશ-જીવાત્મા તેને “હું પદાર્થને જાણું છું, માટે તેને કરું છું.” એવા પ્રકારની બુદ્ધિ થાય છે. ૧૦૯.
चेतनोऽहं करोमीति बुद्धर्भेदाग्रहात्स्मयः। एतन्नाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥ ११० ॥
મૂલાર્થ – હું આત્મા આ સર્વ કરું છું” એ પ્રમાણે બુદ્ધિને અભેદ માનવાથી અહંકાર થાય છે. એ અહંકારને નાશ થાય ત્યારે અવિચ્છિન્ન ચૈતન્ય રહે છે, તે જ મોક્ષ કહેવાય છે. ૧૧૦.
ટીકર્થ–“હું ચેતન-આત્મા આ સર્વ કરું છું.” એવી અભેદ બુદ્ધિ થાય છે. શાથી કે બુદ્ધિ થકી–મન થકી આત્માના ભેદનું ગ્રહેણ-જ્ઞાન થતું નથી, તેથી પૂર્વે કહેલે અહંકાર થાય છે. એ અહંકાર રૂપ જ્ઞાનનો નાશ થવાથી અવિચ્છિન્ન-સનાતન સ્વભાવવાળું ચૈતન્ય અવશેષ રહે છે, અને તેને જ મેક્ષ કહે છે. ૧૧૦.
Aho ! Shrutgyanam