________________
પ્રબંધ.] સમકિત અધિકાર
૨૨ અવધારણ કરવામાં જે નિયમ એટલે નિશ્ચય કરવાપણું, તેણે કરીને સહિત એ ચૈતન્યરૂ૫ પુરૂષ-આત્મા છે. માટે ચેતન્ય સહિત હેવાથી જ તે બુદ્ધિની સિદ્ધિ થાય છે. અન્યથા પોતાના સ્વરૂપે કરીને તે (બુદ્ધિ) અવિષયવાળી છે, તે દેખાડે છે–તે બુદ્ધિની સિદ્ધિ એટલે નિશ્ચિત સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ અવિષયવાળી એટલે વિષયને ગ્રહણ કરવામાં અસમર્થ છે. ૧૦૫.
જે અહીં જગતના કર્તાપણામાં પ્રકૃતિને ત્યાગ કરીને પુરૂષરૂપ હેતુને અંગીકાર કરીએ, તે તે ઘટતું નથી, તે કહે છે –
हेतुत्वे पुस्प्रकृत्यर्थेन्द्रियाणामतिनिर्वृतिः । दृष्टादृष्टविभागश्च व्यासंगश्च न युज्यते ॥ १०६ ॥
મૂલાર્થ–પુરૂષને હેતુપણે અંગીકાર કરવાથી પુરૂષ, પ્રકૃતિ, વિષયો અને ઈદ્ધિની અત્યંત નિવૃત્તિ તથા દષ્ટ અને અને વિભાગ તથા વ્યાસંગ એ કઈ પણ યુક્ત થશે નહીં. ૧૦૬.
ટીકાર્થ–પુરૂષને કારણપણે અથવા સાધ્યપણે માનવાથી પુરૂષઆત્મા, પ્રકૃતિ-માયા, અર્થો-શબ્દાદિક વિષયે અને શ્રોત્રાદિક ઈદ્રિયની અત્યંત નિવૃત્તિ તથા દષ્ટ-લૌકિકપણું અને અદષ્ટ–લેત્તરપણું, તેમને વિભાગ-ભેદ તથા વ્યાસંગ એટલે બીજાં કાર્યોને ત્યાગ કરીને એકને જ વિષે આસક્તિ, આ સર્વ પદાર્થો આત્માના નથી, તેથી તેઓ પુરૂષને વિષે-આત્માને વિષે ઘટતા નથી-યુક્ત નથી. ૧૦૬,
હવે અહંકારના સ્વરૂપથી બુદ્ધિ એ જગતને કર્તા છે, એ વાત પાંચ કવડે બતાવે છે
स्वप्ने व्याघ्रादिसंकल्पानरत्वानभिमानतः। __ अहंकारश्च नियतव्यापारः परिकल्पते ॥ १०७॥
મૂલાર્થ–મને વિષે વ્યાધ્રાદિકના સંકલ્પની જેમ પુરૂષપણના અજ્ઞાનથી નિશ્ચિત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે. ૧૦૭.
ટીકાર્થ–સ્વમને વિષે એટલે નિદ્રામાં રહેલા મનની ભ્રાંતિને વિષે વ્યાધ્રાદિકના સંકલ્પથી એટલે સિહ, શ્વાપદ અને સપદિકને અભાવ છતાં પણ “આ વાઘ મને મારી નાંખશે. એ પ્રમાણે મનના વ્યાપારથી જેમ પુરૂષ ભયાદિકને પામે છે; તે જ પ્રમાણે પુરૂષપણાના અનભિમાનથી-અજ્ઞાનથી નિત્ય વ્યાપાર-ઉત્પાદાદિક ક્રિયાવાળો અહેકાર-મહત્તત્ત્વનું કાર્ય જ પ્રપંચને કર્તા છે, તે પણ પુરૂષ-આત્માને વિષે તે કર્તાપણુ ઉપચાર-આરેપ કરાય છે. ૧૦૭.
Aho! Shrutgyanam