________________
મૂલાર્થ–આ ઉપર કહેલા અને બીજા પણ તીર્થકરેને તથા ગુરૂઓને નમસ્કાર કરીને હું હવે અધ્યાત્મસારને પ્રકટ કરવા ઉદ્યમવંત થાઉં છું. ૬.
ટીકાર્ય–આ પૂર્વે કહેલા ઋષભસ્વામી વિગેરે અને બીજા અને જિતનાથ વિગેરે તીર્થકરને પણ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશાદિક આપનાર ગુરૂઓને પણ નમસ્કાર કરીને, હવે અધ્યાત્મસાર-આત્માને અધિકાર કરીને-આશ્રય કરીને જે થાય તે અધ્યાત્મ કહીએ, એટલે શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ કરવું, મનન કરવું અને નિદિધ્યાસન કરવું વિગેરે. તે અધ્યાત્મના સારને એટલે પરમાર્થને પ્રકટ કરવા માટે હું ઉદ્યમવંત થાઉં છું. આ કવડે અભિધેયનું સૂચન કર્યું છે. તે અભિધેય એટલે કહેવાને આરંભ કરેલું અધ્યાત્મ, સારરૂપ છે.
આ ગ્રંથને સંબંધ અને પ્રજન–બંને વાનાં બુદ્ધિમાન પુરૂએ . પિતાની મેળે જાણું લેવાં. ૬.
નમસ્કાર કર્યા પછી સૂચન કરેલા અભિધેયને જ શાસ્ત્રને મહિમા કહેવાવડે પ્રગટ કરી બતાવે છે ,
शास्त्रात्परिचितां सम्यक् संप्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्च प्रक्रियां कामपि ब्रुवे ॥७॥
મૂલાર્થિ–આ ગ્રન્થને વિષે શાસથી, પંડીતના સંપ્રદાયથી અને અનુભવને યોગથી સારી રીતે પરિચિત થયેલી કેઈક અનિર્વચનીય એવી પ્રક્રિયાને હું કહું છું. (કહીશ). ૭.
ટીકાર્ચ–અહીં-અધ્યાત્મસાર કહેવાના વિષયમાં કેઈક અનિર્વચનીય એટલે અત્યંત અદ્ભુત વિવિધ અધિકારરૂપ પ્રક્રિયાને એટલે પ્રકરણને હું કહું છું. તે પ્રક્રિયા કેવી છે? તે કહે છે –સારી રીતે એટલે પ્રશસ્ત વિધિએ કરીને અથવા સરુના યોગે કરીને પરિચિત થયેલી એટલે વારંવાર સેવન કરેલી. શાથી પરિચિત થયેલી? તે જાણવાની અપેક્ષા રહેવાથી કહે છે કે, શાસ્ત્રથી એટલે શિક્ષા કરનાર અથવા સમ્યગદર્શનાદિક મુક્તિમાર્ગને કહેનાર જિનાગમથી, તથા ધીમાન એટલે અતિ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન એવા શ્રીહરિભદ્રાદિક પૂર્વસૂરિઓના સંપ્રદાયથી એટલે અવિચ્છિન્ન ચાલી આવતી પરંપરાથી થયેલા ગુરુઓના આસ્રાયથી, તથા અનુભવના યુગથી-અનુભવ એટલે શાસ્ત્રમાં કહેલા અર્થનું શ્રવણ કર્યા પછી વિચારવડે યથાસ્થિત વસ્તુસ્વરૂપને પ્રાપ્ત કરનારું પરિપકવ જ્ઞાન, તેના અનુભવના યુગથીપ્રાપ્તિથી પરિચિત થયેલી એવી પ્રક્રિયા હું કહું છું. ૭.
Aho ! Shrutgyanam