________________
( ૭ )
શા માટે અને કાની જેમ તમે આ પ્રયત્ન કરી છે? એવી કાઈ શંકા કરે તે શંકાપર કહે છે કે—
योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् ।
भोगिनां भामिनीगीतं संगीतकमयं यथा ॥ ८ ॥
મૂલાથે—જેમ વાદ્યનૃત્યવાળું સ્રીઓનું ગાયન ભાગી પુરૂષોની પ્રીતિ માટે થાય છે, તેમ અધ્યાત્મરસે કરીને મનેાહર એવું પદ્ય યોગીજનાની પ્રીતિ માટે થાય છે. ( તેથી હું બનાવું છું. ) ૮.
ટીકાર્થ——અધ્યાત્મને વિષે રહેલા રસે કરીને મનેાહર એટલે કામળ એવું પદ્ય એટલે ફ્લાકની રચનાવાળું શાસ્ત્ર યાગીઓની એટલે મેાક્ષના સાધક જ્ઞાનાદિક વ્યાપારવાળા યતિઓની પ્રીતિને માટે થાય છે. તેપર દૃષ્ટાંત કહે છે કે—જેમ વાદ્ય નૃત્ય સહિત સ્રીઆનું ગીત ગાયન કામને ઉદ્દીપન કરનાર હેાવાથી ભાગી જનાની એટલે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયાના વિષયામાં લુબ્ધ થયેલા જનાની પ્રીતિ માટે થાય છે; તે જ પ્રમાણે આ શાસ્ત્ર પણ ચેાગીઓની પ્રીતિ માટે થશે એમ માનીને હું તેની વ્યાખ્યા કરૂં છું.
•
અહીં કોઈ શંકા કરે કે—અધ્યાત્મશાસ્ત્ર વૈરાગ્યમય હાવાથી તેમાં રૂક્ષ ( લૂખા ) ભાવ હાય છે તેથી તેમાં સર્વથા સુખને અભાવ જ જણાય છે. તા પછી પ્રીતિને માટે તા ક્યાંથી જ થાય? આવી શંકાનું સમાધાન કરે છે.~~~
कान्ताधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ९ ॥ મૂલાથે—યુવાન પુરૂષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થયેલા સુખસાગર પાસે એક બિંદુ સમાન જ છે. ૯.
ટીકાથૅયુવાન પુરૂષોને સ્ત્રીના અધર એટલે આઇને વિષે ભાગીજનાએ માનેલા અમૃતના આસ્વાદથી એટલે વારંવાર ચુંબન ક્રિયાથી ઉત્પન્ન થયેલી પ્રીતિરૂપી અમૃત રસના સ્વાદથી જેટલું સાતારૂપે સુખ ઉત્પન્ન થાય છે, એટલે કે તેઓ તે આસ્વાદમાં પેાતાની બુદ્ધિથી જે સુખ માને છે, તે સુખ અધ્યાત્મને પ્રતિપાદન કરનારા શાસ્ત્રના આસ્વાદથી એટલે તે શાસ્ત્રમાં કહેલા ભાવાર્થનું વારંવાર નિરંતર ચિંતન કરવાથી ઉત્પન્ન થયેલું જે પરમાનંદમાં વિલાસ કરવારૂપ સુખ, તે ( સુખ ) અતિ પ્રચુર હાવાથી, ચિરકાળ સ્થાયી હેાવાથી અને નદ્યાર્દિકની અપેક્ષા
Aho! Shrutgyanam