________________
जीयात् फणिफणप्रान्तसंक्रान्ततनुरेकदा। उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥ ४॥
મૂલાર્થ–કેઈ સમયે સર્પની ફણાના અગ્રભાગને વિષે જેના શરીરનાં અનેક પ્રતિબિંબ પડેલાં છે, અને તેથી કરીને જાણે ત્રણ જગતને ઉદ્ધાર કરવા માટે ઘણું રૂપ ધારણ કર્યા હોય તેવા જણાય છે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંત વર્તો. ૪.
કાર્થ–પ્રતિબિંબિત થયેલાં ઘણું રૂપને ભજનારા-ધારણ કરનારા અને શ્રી-લક્ષ્મીવડે યુક્ત એવા પાનાથ સ્વામી જયવંત વ. કે જે ભગવાનને એકદા કમઠ નામના અસુરે ઉપસર્ગો કર્યા, તે વખતે પ્રભુપરની ભક્તિને લીધે તેમના ઉપસર્ગોનું નિવારણ કરવા સર્પરૂપે આવેલા ધરણેન્દ્ર પ્રભુના મસ્તક પર છત્રને આકારે પિતાની ફણાઓ ધારણ કરી, તે ફણાઓના અગ્રભાગમાં ભગવાનના શરીરનાં પ્રતિબિંબ પડ્યાં તેથી જાણે ત્રણ જગતના જંતુઓને આ સંસારથી ઉદ્ધાર કરવા માટે તેમણે બહુ રૂપ ધારણ કર્યા હોય તેવા તે (ભગવાન) જણાતા હતા. ૪.
जगदानन्दनः स्वामी जयति ज्ञातनन्दनः । उपजीवन्ति यद्वाचमद्यापि विबुधाः सुधाम् ॥ ५॥
મલાઈ–વિબુધ જેની વાણીરૂપી સુધા (અમૃત)નું હજુ સુધી સેવન કરે છે, એવા અને જગતને આનંદ ઉત્પન્ન કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી જયવંત વર્તે છે. પ.
ટીકાર્થ-જ્ઞાતનંદન–જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલા અથવા પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર, સ્વામી એટલે ઐશ્વર્યને ભજનાર અર્થત સમગ્ર પ્રાણુઓના નાયક, જયવંત વર્ત છે–સર્વથી અધિકપણે વર્તે છે. તે સ્વામી કેવા છે? તે કહે છે-જગત્ એટલે ત્રણે ભુવનમાં વર્તનારા ભવ્ય પ્રાણી સમૂહને આનંદ પમાડનાર એટલે યથાસ્થિત સમગ્ર વસ્તઓના સ્વરૂપને દેખાડવાથી અને સમગ્ર સંશને નાશ કરવાથી હર્ષ આપનાર, તથા જેની વાણીરૂપી અમૃતને વિબુધ-દેવતાઓ, અથવા વિશિષ્ટ પંડિત પણ હજુ સુધી ઉપજીવિકાપણે આશ્રય કરે છે. ૫.
एतानन्यानपि जिनान्नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना प्रकटीकर्तुमुत्सहे ॥ ६ ॥
Aho! Shrutgyanam