________________
૨૨૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાઈ–તેમાં જે આત્મા ક્રમે કરીને અક્રિયા કરતે હેય તે તેના નિત્યપણાની હાનિ થઈ માટે તે આત્મા અનિત્ય થશે, અને જે અમે કરીને અક્રિયા કરે છે એમ કહેશે, તે એક કાળે સર્વ ક્ષિાઓ થવી જોઈએ. ૮૦.
ટીકાર્થ–પૂર્વે કરવા માંડેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરો તે કેમ કહેવાય છે. આવા ક્રમે કરીને જે આત્મા અર્થયિા-વિદ્યમાન પદાર્થની ક્રિયા કરતે હોય તે સ્વભાવની હાનિ આવશે, એટલે કે તમારા (નિત્યવાદીના) મતમાં સર્વ પદાર્થોનું નિત્યપણું મનાય છે, તે તેનું અનુક્રમે કરવું એટલે પૂર્વે કરવા માંડેલી કિયાના સ્વભાવને ત્યાગ થયા પછી બીજી ક્રિયા કરવાના સ્વભાવનું હોવાપણું, તેણે કરીને હાનિ એટલે નિત્યપણને નાશ થશે. અથવા સ્વભાવની હાનિ એટલે વસ્તુનો સ્વભાવ જે ક્ષણસ્થાયીપણું તેની હાનિ એટલે પૂર્વ ક્ષણમાં રહેવાના સ્વભાવનો ત્યાગ કરીને નિત્યસ્વભાવને પ્રાપ્ત કરવા રૂપ હાનિ, આ પ્રમાણે સ્વભાવની હાનિ થવાથી બીજા ક્ષણમાં તેનું અવસ્તુપણું જ થશે. તેથી આત્માનું અનિત્યપણું થવાથી અમોએ ઈચછેલું ક્ષણિકપણું જ સિદ્ધ થશે. અને જે અમે કરીને અક્રિયા થતી હોય તો એક વખતે એટલે પ્રથમ ક્ષણમાં જ સર્વ સ્થિતિ વિગેરે ક્રિયાઓની ઉત્પત્તિ અને અનુભવ થશે, તેથી કરીને બીજા ક્ષણમાં સ્થિતિ વિગેરે કઈ પણ ક્ષિા બાકી રહેશે નહીં. માટે આત્મા અસત્ થશે, અને તેથી પણ અમે માનેલું ક્ષણિક પણું જ સિદ્ધ થશે ૯૦.
અમારા પક્ષમાં પૂર્વે કહેલ દેવ આવતું નથી, તે કહે છેक्षणिके तु न दोषोऽस्मिन् कुर्वद्रूपविशेषिते । ध्रुवेक्षणोत्थतृष्णाया निवृत्तेश्च गुणो महान् ॥ ९१॥
મૂલાઈ–કુવકૂપથી વિશેષ કરેલા અમારા ક્ષણિક વાદમાં કઈ પણ દોષ આવતું નથી. અને ઉલટે નિત્યત્વપક્ષને જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણની નિવૃત્તિ રૂપ મહા ગુણ થાય છે. હ૧.
ટીકર્થ-વર્તમાન ક્ષણમાં પિતેની ઉત્પત્તિની ક્રિયાને કરતાં કરતાં જે વિદ્યમાન હોવાપણું તે કુર્વિદ્રપ કહેવાય છે. આવા કુર્વિદ્રપના વિશેષણવાળા આ અમારા ક્ષણિક “એટલે અત્યંત સૂક્ષ્મ કાળ રૂપ ક્ષણને વિષે જેનું વિદ્યમાનપણું છે એવા વાદ-મતને વિષે એટલે સર્વે પદાર્થો ક્ષણિક છે, ઉત્પન્ન થયા પછીના બીજે જ ક્ષણે નાશ પામે છે. .
Aho ! Shrutgyanam